________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુ અથવા મુનિ
૪૨૫ આપે છે એ પણ આવી જાય છે. આનો અર્થ એમ થાય છે કે જૈનના ગુરુ એને કહેવાય કે જે એમ ઉપદેશ આપે કે રાગથી આત્મા ભિન્ન છે, રાગથી આત્માને કિંચિત્ પણ લાભ કે ધર્મ થાય નહિં. પરંતુ જે રાગથી ધર્મ થવાનું કહે તે સાચા જૈનગુરુ નથી પણ અજ્ઞાની કુગુરુ છે. દિગંબર નિગ્રંથ ગુરુ તો અજ્ઞાનીને રાગાદિ પરભાવથી વિવેક કરાવે છે કે ભગવાન! પુણ્ય-પાપના જે ભાવ ઉત્પન્ન થાય તે આત્માની ચીજ નહિ. એ તો આત્માનો ઘાત કરનારી ચીજ છે.
(૨-૧૭૮). (૧૧૮૯) શિષ્ય જિજ્ઞાસાથી વારંવાર ઉપદેશ સાંભળે છે તેથી શ્રીગુરુ વારંવાર કહે છે એમ કહ્યું છે. આ વાત વારંવાર સાંભળવાથી તેને રુચિ-પ્રમોદ જાગે છે કે-અહો? આ તો ક્યારેય નહિ સાંભળેલી કોઈ અલૌકિક જુદી જ વાત છે. જીવનું સ્વરૂપ વીતરાગ વિજ્ઞાનતા છે એમ જે વારંવાર કહે તે જ ગુરુની પદવીને શોભાવે છે. રાગથી આત્મામાં લાભ (ધર્મ) થાય એવું વચન આગમનું વાક્ય નથી. અને એવું વચન (વાક્ય) કહેનાર ગુરુ નહિ પણ અજ્ઞાની કુગુરુ છે.
(૨-૧૮૦) (૧૧૯૦) જે સમ્યગ્દષ્ટિ હોય અને ચારિત્ર સહિત હોય તે નિગ્રંથ મુનિરાજ સાચા ગુરુ છે. જે અંતરમાં રાગથી છૂટા પડી ગયા છે અને બહારમાં વસ્ત્ર-પાત્રથી રહિત છે તેને સાચા નિગ્રંથ ગુરુ કહે છે.
જૈન દર્શનમાં સાધુ દિગંબર હોય છે અને તે વનવાસી હોય છે. તે રાગથી વિરક્ત અને સ્વરૂપમાં વિશય રક્ત હોય છે. આવા નિગ્રંથ ગુરુની દેશના ધર્મ પામવામાં નિમિત્ત થાય છે. એવા ગુરુ પાસેથી જે દેશના મળે તેને સાંભળીને શિષ્ય નિરંતર ઓગાળે છે, વિચારે છે.
(૨-૨૧૬) (૧૧૯૧) ભગવાન આત્મા અનંત જ્ઞાન અને આનંદના સામર્થ્યવાળો પરમેશ્વર છે તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તેમાં રમણતાં કરવી તે તેનું આચરણ-ચારિત્ર છે. બહારમાં વસ્ત્રનો ત્યાગ કરે, નગ્નપણું ધારણ કરે અને પંચમહાવ્રત લે તેથી કાંઈ ચારિત્ર પ્રાપ્ત થઈ જતું નથી. અંદર ભગવાન આનંદનો નાથ જ્ઞાતા-દષ્ટા સ્વરૂપે બિરાજે છે તેમાં ઉગ્રપણે લીનતા કરી ઠરવું એનું નામ ચારિચ છે અને ત્યાં વસ્ત્રનો ત્યાગ અને નગ્નપણું સહજપણે હોય જ છે. વસ્ત્ર રાખીને સાધુપણું માને એ તો મિથ્યાત્વ છે. જૈનદર્શનમાં વસ્ત્ર સહિત સાધુપણું ત્રણકાળમાં કદીય હોતું નથી. તથા વસ્ત્ર છોડીને નગ્ન થાય પરંતુ આત્માના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર રહિત હોય તો એ પણ મિથ્યાષ્ટિ છે. ભલે પંચમહાવ્રતને પાળે, પણ એ મહાવ્રતના વિકલ્પને ધર્મ માને તો એ મિથ્યાષ્ટિ છે. પંચમહાવ્રતનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com