________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૨
અધ્યાત્મ વૈભવ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થશે. સ્વપરપ્રકાશક ચૈતન્યબિંબ પ્રભુ આત્મા છે, તેમાં જ દષ્ટિ કરી, લીન-સ્થિર થવું એમ શાસ્ત્રનો ઉપદેશ અને આદેશ છે.
(૧૦-૩૦૮).
(૧૧૮૦)
અહાહા...! જિજ્ઞાસુને પ્રથમ પ્રથમ ભાસે અદભુતના લાગે છે કે-અહો ! આવું સ્વરૂપ! આવો માર્ગ તો સર્વજ્ઞ વીતરાગના શાસનમાં જ હોય, બીજે ક્યાંય ન હોય. જિજ્ઞાસુને આ વાત ભારે ગજબની લાગે છે. તેને અપૂર્વ મહિમા જાગે છે કે-અહો ! જિનવચનો મહા ઉપકારી છે, વસ્તુસ્થિતિને યથાર્થ બતાવે છે. અરેરે! વસ્તુને જાણ્યા વિના મેં અનંત કાળ ખોયો! – આમ તે આશ્ચર્યપૂર્વક શ્રદ્ધાન કરે છે.
(૧૧-૨૬૪)
(
2
)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com