________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૦
અધ્યાત્મ વૈભવ (૧૧૭૪) જુઓ, ભગવાનનાં કહેલાં જે શાસ્ત્રો છે તેમાં આગમ અને અધ્યાત્મના શાસ્ત્રો છે. ભગવાને કહેલાં જે દ્રવ્યો છે તેનું જેમાં નિરૂપણ કરવામાં આવ્યું છે તેને આગમ કહીએ, અનંતા આત્મા છે, અનંતા-અનંત જુગલદ્રવ્યો છે, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, એક આકાશ અને અસંખ્યાત કાલાણ-આમ જાતિએ છે દ્રવ્યો છે, સંખ્યાએ અનંત છે. આ સર્વનું જેમાં નિરૂપણ છે તે આગમ છે તથા જેમાં શુદ્ધ નિશ્ચયસ્વરૂપ આત્મદ્રવ્ય કેવું છે અને તેથી નિર્મળ પર્યાય કેવી છે તેનું નિરૂપણ છે તે આધ્યાત્મશાસ્ત્ર છે. આચાર્ય કહે છે-એ બંનેના સાપેક્ષથી અહીં કથન કર્યું છે.
(૯-૧૭૫) (૧૧૭૫) અરે! એ કદી નિજઘરમાં-ચૈતન્યઘરમાં પ્રવેશ્યો નથી! શાસ્ત્રનું ભણતર કરે ને કંઈક શાસ્ત્ર-જ્ઞાન થાય ત્યાં માને કે મને જ્ઞાન પ્રગટ થયું છે. પણ એ તો શબ્દજ્ઞાન-શબ્દશ્રુત બાપા! એ ક્યાં આત્મજ્ઞાન છે. વીતરાગ પરમેશ્વરની વાણી જે જિનવાણી તેના નિમિત્તથી ઊપજેલું જ્ઞાન એ શબ્દશ્રુત છે. એને શબ્દનો આશ્રય છે ને? શબ્દના આશ્રયે જ્ઞાન થાય તેને શબ્દશ્રુત કહ્યું છે. આ તો વીતરાગની વાણીની વાત હોં બાકી શ્વેતાંબરાદિનાં શાસ્ત્ર તો કલ્પિત છે, એ તો કુશ્રુત છે. આ તો ભગવાન જિનેશ્વરદેવનાં કહેલાં શાસ્ત્રોનું જ્ઞાન થાય તે શબ્દધૃત છે; દ્રવ્યશ્રત છે, એ સમ્યજ્ઞાન –આત્મજ્ઞાન નહિ.
(૧૦-૩૧) (૧૧૭૬ ) કેવું છેઆ સમય પ્રાભૂત? તો કહે છે-અદ્વિતીય અક્ષય જગત-ચક્ષુ છે. “ફ” મેં અક્ષય તિ–વક્ષ:' અહાહા..! આ સમયસાર પરમ અતિશયયુક્ત એક-અદ્વિતીય અક્ષય જગત-ચક્ષુ છે. જગતના-વિશ્વના સ્વરૂપને યથાસ્થિત દેખાડે છે ને. અહા ! જેમ આત્મા લોકાલોકને જાણનાર-દેખનાર અદ્વિતીય જગતચક્ષુ છે, તેમ લોકાલોકને દેખાડનાર આ શાસ્ત્ર અદ્વિતીય જગતચક્ષુ છે. અહા! ભગવાન ત્રિકાળી ધ્રુવને જાણનારું જ્ઞાન જગતચક્ષુ છે, તેમ ભગવાન ત્રિકાળી ધ્રુવને બતાવનારું આ શાસ્ત્ર જગતચક્ષુ છે. આત્મા જગતચક્ષુ છે, તેને આ શાસ્ત્ર બતાવે છે માટે આ શાસ્ત્ર જગતચક્ષુ છે; અદ્વિતીય જગતચક્ષુ છે, મતલબ કે બીજાં કલ્પિત શાસ્ત્ર ભગવાન આત્માને બતાવતાં નથી તેથી આ અજોડ છે. આ તો સકલશાસ્ત્ર બાપા! સન્શાસ્ત્રોમાં પણ મહા અતિશયવાન ! વળી જેમ ભગવાન આત્મા અક્ષય છે તેમ તેને બતાવનારું આ પરમાગમ અક્ષય છે. ભગવાન જૈન પરમેશ્વરની વાણી (પ્રવાહરૂપથી) અક્ષય છે. આવી વાત !
(૧૦-૨૯૭) (૧૧૭૭) અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે તેનો સ્વાનુભવ ને પ્રતીતિ થયાં તેને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com