________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શાસ્ત્ર
૪૧૯
(૧૧૭૦) અહા! આ સમયસાર તો સર્વશે કહેલા શ્રુતનો અગાધ-સમુદ્ર-દરિયો છે. અહા ! એ તો ભરણક્ષેત્રનું અમૂલ્ય રત્ન છે. નિશ્ચયથી તો આ આત્મા (અમૂલ્ય રત્ન) હો; એ તો નિમિત્તથી એને (સમયસાર શાસ્ત્રને અમૂલ્ય રત્ન) કહીએ છીએ.
(૮-૨૭૪) (૧૧૭૧) અહા! આ સમયસાર તો અશરીરી સિદ્ધ બનવા માટેનું અમોઘ પરમાગમ શાસ્ત્ર છે, કેમકે તે એનાથી (શાસ્ત્રથી) લક્ષ છોડાવી અંતર્લક્ષ-સ્વરૂપનું લક્ષ કરાવે છે. અહા ! આના (-અંતર્લક્ષના) અભ્યાસ વિના બહારનો (વ્રત, તપ, ભક્તિનો) અભ્યાસ પ્રભુ! તું કરે પણ એ તો જિંદગી બરબાદ કરવા જેવું છે; અર્થાત્ એ ચારગતિની રખડપટ્ટી માટે જ છે. અહા ! બહુ આકરી વાત, પણ આ સત્ય વાત છે.
(૮-૪૬ ) (૧૧૭૨) ગગનમંડળમાં ગૌઆ વિહાણી, વસુધા દૂધ જમાયા;
માખણ થા સો વિરલા રે પાયા, છાશે જગત ભરમાયા.” અહા ! ગગનમંડળમાં ભગવાનની ૐ ધ્વનિ થઈ, ભગવાન ગણધરદેવે તેને બાર અંગમાં સંઘરી. તેમાં માખણ જે સાર સાર વસ્તુ શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્મા તેનો અનુભવ ને પ્રતીતિ કોઈક વિરલ જીવો પામ્યા, ને જગત તો આખું છાશમાં એટલે દયા, દાન, આદિ પુણ્યમાં ભરમાઈ પડ્યું. ભાઈ ! એ દયા, દાન આદિ પુણ્યના ભાવ અમૃત નથી. અહાહાહા..!
ગગનમંડલમેં અધબીચ કુઆ, વહાં હુ અમીકા વાસા:
સુગુરા હોય સો ભરભર પીએ, નગરા જાવૈ પ્યાસા.” અહા ! આકાશની મધ્યમાં લોકમાં અમૃતનું સ્થાન ભગવાન આત્મા છે. અહાહા...! આત્મા ચિદાનંદરસના અમૃતથી પૂરણ ભરેલું ભિન્ન તત્ત્વ છે. જેઓ સદગુરુના ઉપદેશને પામી, અંતર્દષ્ટિ કરી, અંતર્લીન થયા તેઓ અમૃતને ધરાઈને પીએ છે, પણ જેઓ નગરા છે તેઓ બિચારા અતીન્દ્રિય અમૃતને પામતા નથી, તરસ્યા જ રહે છે.
(૮-પર૬) (૧૧૭૩) અહા ! પોતે કેવડો છે ને કેવો છે એનું સન્મુખ થઈને જ્ઞાન (સ્વસંવેદનશાન) કર્યા વિના એક શાસ્ત્રજ્ઞાનથી સંસાર તરી શકાતો નથી.
(૯-૭૬ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com