________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શાસ્ત્રો
૪૧૭ એ જ વાત દષ્ટાંતથી કહે છે
પરંતુ, જોકે બાહ્યવસ્તુ બંધના કારણનું (અર્થાત્ અધ્યવસાનનું) કારણ છે તોપણ તે (બાહ્યવસ્તુ) બંધનું કારણ નથી; કેમકે ઇર્યાસમિતિમાં પરિણમેલા મુનિન્દ્રના પગ વડે હણાઈ જતા એવા કોઈ ઝડપથી આવી પડતા કાળપ્રેરિત ઊડતા જીવડાની માફક, બાહ્યવહુ-કે જે બંધના કારણનું કારણ છે તે-બંધનું કારણ નહિ થતી હોવાથી, બાહ્યવસ્તુને બંધનું કારણ માનવામાં અનેકાંતિક હેત્વાભાસપણું છે વ્યભિચાર આવે છે.'
જુઓ, દષ્ટાંત જે આપેલું છે તે સમજાવવાની વ્યવહારની રીત છે. ભાષા જુઓ તો મુનિન્દ્રના પગ વડે” –એમ છે. વાસ્તવમાં પગ તો જડનો છે, મુનિન્દ્રનો નથી, મુનિન્દ્રનો તો શુદ્ધપયોગ છે. અહાહા.! મુનિવર તો શુદ્ધોપયોગી હોય છે. ભાઈ ! ગમનમાં શરીર નિમિત્ત છે તેથી મુનિન્દ્રના પગ વડ' –એમ ભાષા છે.
(૮-૧૪૧) (૧૧૬૩) અહા! શાસ્ત્ર ભણવાનું ફળ તો શુદ્ધાત્માનુભૂતિ આવવું જોઈએ, અને શુદ્ધાત્માનુભૂતિ સ્વના આશ્રયે જ થાય છે; પણ તે પર-આશ્રયથી હુઠી સ્વના આશ્રમમાં જતો જ નથી, અને સ્વના આશ્રયમાં ગયા વિના શાસ્ત્ર-ભણતર શું કરે? કાંઈ નહિ; ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્માના આશ્રયમાં ગયા સિવાય શાસ્ત્ર ભણતર કાંઈ કામનું નથી. આવી વાત!
અહાહા...! ભિન્નવસ્તુભૂત એટલે શરીરાદિ પરદ્રવ્યથી ભિન્ન, દેવ-ગુરુ-શાસ્ત્રથી ભિન્ન, દ્રવ્યકર્મ-ભાવકર્મથી ભિન્ન, અને નોકર્મથી ભિન્ન એવો એકલા જ્ઞાનપ્રકાશનો પુંજ શુદ્ધજ્ઞાનમય પ્રભુ આત્મા છે. આવા સ્વસ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન થવાં તે શાસ્ત્રભણતરનો ગુણ છે. આ વખતના આત્મધર્મ (અંક ૪૦૨) માં આવ્યું ને? કે-“ધ્રુવ ચિધામસ્વરૂપ ધ્યેયના ધ્યાનની ધૂણી ધૈર્યયુક્ત ધગશથી ધખાવારૂપ ધર્મના ધારક ધર્માત્મા ધન્ય છે.” અહા ! લ્યો, આવો ધર્મ અને આવા ધર્મના ધરનાર! અહા ! આવો ધર્મ અંતરમાં ધ્રુવધામને ધ્યેય બનાવીને પ્રગટ કરવો તે શાસ્ત્ર-ભણતરનો ગુણ છે.
(૮-૨૪૬) (૧૧૬૪) શાસ્ત્ર-જ્ઞાનના લક્ષે શાસ્ત્ર ભણવાં એમ નહિ, પણ શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માના લક્ષે શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ...
ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રભુ સદા વીતરાગસ્વરૂપ જ છે. સ્વઆશ્રયે તેનાં જ્ઞાન, દષ્ટિ અને અનુભવ કરવાથી પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. સર્વ શાસ્ત્ર ભણવાનું આ ઇષ્ટ ફળ-ગુણ છે.
(૮-૨૪૭) (૧૧૬૫) અહા! ભગવાન! તું કોણ છો? અંદર ચિદાનંદઘન ચૈતન્યમૂર્તિ શુદ્ધજ્ઞાનમય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com