________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૮
અધ્યાત્મ વૈભવ ભગવાન છો ને પ્રભુ! આ ભૂલ છે એ તો એક સમયની પર્યાય છે. એક સમયની ભૂલ ને ત્રિકાળી જ્ઞાયકતત્ત્વ બેય છે ને પ્રભુ! એ ભૂલને ગૌણ કર તો અંદર ભૂલ વિનાની ત્રિકાળી એક જ્ઞાયકભાવમય ચીજ છો ને પ્રભુ! ભાઈ ! તને જ્ઞાનમાં હું એક જ્ઞાયકભાવમય છું એમ મહિમા આવવો જોઈએ. અહા ! જે જ્ઞાનમાં શુદ્ધ સ્વરૂપનો મહિમા ભાસે તે જ્ઞાનને જ ભગવાને જ્ઞાન કહ્યું છે, અને એ જ શાસ્ત્ર-ભણતરનો ગુણ છે પણ એ તો થયો નહિ, તો શાસ્ત્ર ભણવાથી શું સિદ્ધિ છે?
(૮-૨૪૯). (૧૧૬૬) અહા! ભગવાનની વાણીમાં એમ આશય આવ્યો કે શાસ્ત્રજ્ઞાનની ને સઘળાય વ્યવહારની અપેક્ષા છોડી દઈને તું તને સીધો જાણ. અહા ! પંચમ આરામાં પણ આવી અલૌકિક વાત ! અહો ! આચાર્યદવે શું પરમામૃત રેડ્યાં છે !
અહાહા.! શાસ્ત્ર ભણવાનો ગુણ તો ભિન્નવસ્તુભૂત શુદ્ધજ્ઞાનમય આત્માનું જ્ઞાન થાય તે છે. હવે એ તો થયું નહિ તો શું વાંચ્યું? શાસ્ત્ર ભણવામાત્રથી આત્મજ્ઞાન ન થાય ભાઈ ! પણ ભિન્નવસ્તુભૂત આત્મામાં અંતર્મુખ થઈ એકાગ્ર થવાથી આત્મજ્ઞાન થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે.
અહા! આ વીતરાગની વાણીનો પોકાર છે કે અગિયાર અંગનું જ્ઞાન એણે અનંતવાર કર્યું, અને શાસ્ત્રમાં કહેલો વ્યવહાર એણે અનંતવાર પાળ્યો અને નવમી રૈવેયકમાં તે અનંતવાર ગયો પણ અભવ્યનો એકેય ભવ ઘટયો નહિ.
(૧૧૬૭) બાર અંગનું જ્ઞાન વજન (–મહત્ત્વ) દેવા જેવું નથી કારણ કે શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે, શાસ્ત્રજ્ઞાન નહિ.
(૮-૨૫૧ ) (૧૧૬૮) ભાઈ ! તને તારા પૂરણ સ્વરૂપની મોટપ કેમ બેસતી નથી! તું જાણે કે શુદ્ધાત્મજ્ઞાન) નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય પણ એવું તારું જાણવું ન માનવું મિથ્યા છે. બાપુ! એ તો મહા શલ્ય છે કેમકે નિમિત્ત-પરવસ્તુ ને રાગ તારું કાર્ય કરવામાં પંગુ-પાંગળા અને અંધઆંધળા છે, અને તું એમનાથી જણાય એવું તારું સ્વરૂપ નથી. અહીં ભાઈ ! આ વ્રત, તપ, શાસ્ત્ર-ભણતર ઇત્યાદિ સઘળો વ્યવહાર, જડ, આંધળો ને તારું કાર્ય (-આત્મજ્ઞાન) કરવામાં પાંગળો છે, શક્તિહીત છે.
(૮-૨૫૧ ) (૧૧૬૯). શાસ્ત્રનો વાસ્તવિક આશય ભગવાન આત્માના જ્ઞાન વિના નહિ સમજાય. (૮-ર૭૦)
(૮-૨૫૦)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com