________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૬
અધ્યાત્મ વૈભવ
છે, આખા શરીરથી ઊઠે છે. એ કારધ્વનિ સાંભળી ગણધર સંત-મુનિ એનો અર્થ વિચારી એમાંથી આગમ રચે છે. એ ઉપદેશને જાણી ભવ્ય જીવો સંશયને દૂર કરે છે એટલે કે ધર્મને પ્રાપ્ત થાય છે. લ્યો, આવો આ દિવ્ય વારસો છે.
(૬-૧૫૧) (૧૧૫૯). અહા ! લોકો પોતાના હઠાગ્રહ રાખીને શાસ્ત્રો વાંચે છે. તેથી તેઓ શાસ્ત્રના અભિપ્રાયને યથાર્થ સમજતા નથી. પરંતુ ભાઈ ! તે હિતનો માર્ગ નથી. પોતાનો દુરાગ્રહ છોડી શાસ્ત્ર શું કહેવા માગે છે તે સમજવા પોતાની દષ્ટિ કેળવવી જોઈએ. ( તત્ત્વજ્ઞાન પામવાની આ જ રીત છે.).
(૬-૪૩૯ ) (૧૧૬O) ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવે પરમાનંદસ્વરૂપ ભગવાન આત્માના સ્વરૂપના કથનવાળાં અધ્યાત્મશાસ્ત્ર કહ્યાં છે. તે અધ્યાત્મશાસ્ત્રમાં રાગની રુચિવાળા જીવનો પ્રવેશ જ નથી. અહા! જે રાગના ફંદમાં ફસાયા છે તે અજ્ઞાની જીવો ભગવાનનાં કહેલાં શુદ્ધાત્માની કથનીવાળાં અધ્યાત્મશાસ્ત્રોમાં પ્રવેશ જ કરી શકતા નથી. વળી કદાચિત્ પ્રવેશ કરે તો વિપરીત સમજે છે. તે વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થઈ જાય છે. મતલબ કે તે શુભરાગની ક્રિયાઓ ઉથાપીને અશુભ રાગમાં ચાલ્યો જાય છે. અથવા તો તે નિશ્ચયને સારી રીતે એટલે યથાર્થ જાણ્યા વિના અર્થાત્ પૂર્ણાનંદસ્વરૂપ જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય ક્યાં વિના માત્ર વ્યવહારથી-શુભરાગથી જ મોક્ષ માને છે.
(૭-૧૦૨). (૧૧૬૧) ભાઈ ! શાસ્ત્રના અભિપ્રાય સાથે પોતાની દષ્ટિ કેળવવી જોઈએ. પોતાની દષ્ટિએ શાસ્ત્રના ઊંધા અર્થ કરે એ તો મહા વિપરીતતા છે.
(૮-૯૯). (૧૧૬ર) અહાહા...! અમૃતનો નાથ પ્રભુ આત્મા તેના આશ્રયે પ્રગટતા અમૃતરૂપ ધર્મને અધ્યવસાયને બાહ્યવસ્તુ નિમિત્ત છે. એને અહીં કારણ કહ્યું છે. એ કારણના પ્રતિષધથી કાર્યનો પ્રતિષેધ થાય છે અને કહે છે. બાહ્યવસ્તુ અધ્યવસાયનું કારણ છે તેથી તે વસ્તુના પ્રતિષેધથી અધ્યવસાયનો પ્રતિષેધ થાય છે. જુઓ, પહેલાં એમ કહ્યું હતું કે અધ્યવસાયના પ્રતિષેધ અર્થે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. પછી ફેરવીને આમ કહ્યું કે બાહ્યવસ્તુ અધ્યવસાયનું કારણ છે તેથી તેના પ્રતિષેધથી અધ્યવસાયનો પ્રતિષેધ થાય છે. એમાં કાંઈ ફરક નથી કેમકે બાહ્ય વસ્તુના આશ્રયના અભાવમાં અધ્યવસાન નીપજતું નથી. અહીં તો બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, પણ બંધના કારણનું કારણ છે-એમ વાત છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com