________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શાસ્ત્ર
૪૨૧
પૂરણ સર્વજ્ઞપદની પ્રાપ્તિ થાય જ છે. અહા ! આવું પૂર્ણ આત્મપદ જેમ જગતનું અક્ષય અદ્વિતીય નેત્ર છે તેમ એવા આત્માને બતાવનારું આ સમયપ્રાભૃત શાસ્ત્ર પણ જગતનું અક્ષય અદ્વિતીય નેત્ર છે.
આ નેત્ર ઘટ-પટ પદાર્થોને પ્રત્યક્ષ છે ને ? નેત્ર દેખાડે છે એ તો એમ કહેવાય; બાકી આ બે નેત્ર છે એ તો જડ માટી-ધૂળ છે, અંદર દેખનાર જાણનાર તો ભિન્ન ચૈતન્ય પ્રભુ છે. જેની સત્તામાં ઘટ-પટાદિ જણાય છે એ તો ચૈતન્ય પ્રભુ છે, ને નેત્ર તો નિમિત્તમાત્ર છે. નિમિત્તથી કહેવાય કે નેત્ર ઘટપટાદિને દેખાડે છે. અહીં કહે છે તેમ આ સમયપ્રાભૃત શાસ્ત્ર પણ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવગોચર દેખાડે છે. જોયું? આત્મા સ્વાનુભવપ્રત્યક્ષ જણાય છે અર્થાત્ સ્વસંવેધ છે, વિકલ્પગમ્ય નથી એમ શાસ્ત્ર બતાવે છે. શાસ્ત્ર આત્માનું સ્વરૂપ દેખાડે છે, પણ શાસ્ત્રના શબ્દમાં આત્મા નથી, શબ્દજ્ઞાનથી આત્મા જણાશે એમ નહિ, આત્મા તો સ્વાનુભવગમ્ય જ છે. આ ન્યાય-લોજીક છે. ભાઈ ! લૌકિક ભણતરમાં વર્ષો કાઢે છે તો આમાં તો થોડો વખત કાઢ, તારું હિત થશે.
(૧૦-૨૯૮) (૧૧૭૮) આત્મા સર્વજ્ઞસ્વભાવી પ્રભુ પુરા વિશ્વનો જાણનાર છે, અને આ શાસ્ત્ર પુરાતત્ત્વનું પ્રતિપાદન કરનાર છે તેથી શબ્દબ્રહ્મ સમાન છે. આવા આ શાસ્ત્રને પોતાના હિતના લક્ષ ભણવું જોઈએ એમ વાત છે. અરે! એ લૌકિક ભણતર-આ ડાકટરનું ને ઇજનેરનું, ને વકીલનું ને વેપારનું ભણી ભણીને એ મરી ગયો! ભાઈ ! લૌકિક ભણતર આડે તું નવરો ન થાય પણ એમાં તારું અહિત છે; એનાથી તને અનંત જન્મ-મરણ થશે ભાઈ! એટલે કહે છેહિતના લક્ષે આ પરમાર્થ શાસ્ત્રને ભણવું જોઈએ. બીજાને દેખાડવા કે પંડિતાઈ પ્રગટ કરવા માટે નહિ હો; એક સ્વહિતના લક્ષે જ ભણવું જોઈએ. ભણી ને શું કરવું? તો કહે છે-આ શાસ્ત્ર ભણીને હું–આત્મા ચૈતન્યપ્રકાશમય છું એવો નિર્ણય કરવો જોઈએ. અહાહા...! લોકાલોકને જાણવાના સામર્થ્યરૂપ પરમાર્થભૂત ચૈતન્યપ્રકાશનો પુંજ હું આત્મા છું એમ અંતરમાં નિર્ણય કરવો જોઈએ. ભાઈ ! આતો ભવનો અભાવ કરવાની પરમ હિતની વાત છે. આ ભવનું મૂળ એક મિથ્યાત્વ છે. શાસ્ત્ર ભણીને નિજ સ્વરૂપનો નિર્ણય કરવો તે મિથ્યાત્વને ટાળવાનો ઉપાય છે. સ્વસ્વરૂપનો નિર્ણય કરવો એ જ એનો સાર છે.
(૧૦-૩૦૩) (૧૧૭૯) આત્મા તો જ્ઞાનસ્વભાવમાત્ર વસ્તુ છે. આ શાસ્ત્ર આવા શુદ્ધ આત્માને સાક્ષાત દેખાડ છે. અહો! આત્મા વસ્તુ છે ને સ્વયં અસ્તિ છે. તેને શાસ્ત્રથી જાણીને જે તેમાં જ ઠરશે તે, કહે છે, પરબ્રહ્મને પામશે. તેને અતિશય, ઉત્તમ, સ્વાધીન, અવિનાશી,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com