________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શાસ્ત્ર
૪૧૩
મળે એવી આનંદ ઝરતી વાણી ખરે છે. વાણીમાં આનંદસ્વરૂપ આત્માનું નિરૂપણ આવે છે એટલે વાણીને આનંદ દેનારી કહી છે. આ નિમિત્તનું કથન છે. ભગવાનની વાણીમાં વીતરાગતા બતાવી છે. વીતરાગતા ક્યારે પ્રગટે? સ્વનો આશ્રય કરે ત્યારે. ત્યારે આનંદની જે અનુભવદશા પ્રગટે છે એ જિનવાણીનો સાર છે. આ દિવ્ય વાણી સાંભળીને ચાર જ્ઞાનના ધણી ભગવાન ગણધરદેવ સિદ્ધાંતની ગૂંથણી કરે છે. આવી દિવ્યધ્વનિ જેના કાને પડે એનું પણ મહા સૌભાગ્ય છે. એ દિવ્યધ્વનિનો સાર આ પાંચ પરમાગમો અહીં ઉપર-નીચે કોતરાઈ ગયાં છે. વાહ, દિવ્યધ્વનિ વાહ!!
(૪-૧૯૮) (૧૧૫૦). સમકિતી સિંહ જે માર્ગે વિચર્યા અને તેની જે વાણી આવી તે, આ એકાન્ત છે એવાં ભય અને શંકા જેને લાગે તે કાયર નહિ સ્વીકારે. બાપુ! આ વીતરાગની વાણી સાંભળવા મળે એ મહાભાગ્ય હોય તો મળે છે અને ધીર-વીરને તે પચે છે.
(૪-૨૫૮). (૧૧૫૧) ભાઈ ! આ તો વીતરાગનો માર્ગ છે. સમયસાર, પ્રવચનસાર આદિ શાસ્ત્રો ભગવાનની દિવ્યધ્વનિનો સાર છે. સર્વજ્ઞ પરમાત્માએ જે કહ્યું તે અનુસાર ચાર જ્ઞાનના ધણી, ચૌદ પૂર્વની અંતઃમુહૂર્તમાં રચના કરનારા ગણધરોએ કહ્યું છે. તેનો સાર આ શાસ્ત્રોમાં ભર્યો છે. અરે! અજ્ઞાની અલ્પજ્ઞ જીવો એમાં પોતાની મતિ-કલ્પનાથી અર્થ કરે તે કેમ ચાલે? તેમાં જરાય ફેરફાર કરે તો એથી મિથ્યાત્વના મહા દોષ ઊપજે.
(૫-૫). (૧૧૫ર) અહો ! સમયસાર ભારતનું અદ્વિતીય ચક્ષુ છે. સમયસાર બે છે-એક શબ્દસમયસાર શાસ્ત્ર શબ્દબ્રહ્મ છે અને બીજો જ્ઞાનસમયસાર ભગવાન આત્મા ચિબ્રહ્મ ત્રણલોકનો નાથ ચૈતન્યબિંબ પ્રભુ જ્ઞાનસમયસાર છે અને શબ્દસમયસાર તેને બતાવે છે, નિરૂપે છે. તથાપિ શબ્દસમયસારમાં જ્ઞાનસમયસાર નથી અને જ્ઞાનસમયસારમાં શબ્દ સમયસાર નથી. ભગવાનની ૐ ધ્વનિથી ૐ સ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે. આવું જેને ભાન થયું છે તે સમ્યગ્દષ્ટિ છે.
(પ-૧૩૧) (૧૧૫૩) દુકાનના નામાના ચોપડા ઝીણવટથી ફેરવે અને સિલક વગેરે બરાબર મેળવે પણ આ ધર્મના ચોપડા (પરમાગમ શાસ્ત્ર) જુએ નહિ તો પોતાના જે પરિણામ થાય છે તેને કોની સાથે મેળવે? ભાઈ ! બહુ ધીરજ અને શાંતિથી શાસ્ત્ર સાભળવું જોઈએ, એટલું જ નહિ બહુ સૂક્ષ્મ બુદ્ધિ કરીને નિરંતર શાસ્ત્રનાં સ્વાધ્યાય અને મનન કરવા જોઈએ જેથી પોતાના પરિણામોની સમતા-વિષમતાનો યથાર્થ ભાસ થાય. રોજ પોતે પોતાની મેળે સ્વાધ્યાય-મનત કરે તો ગુરુએ બતાવેલા અર્થની પણ સાચી પ્રતીતિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com