________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૨
અધ્યાત્મ વૈભવ દિગંબર સંતોએ તો જગતને હથેળીમાં આત્મા બતાવ્યો છે. જેની યોગ્યતા હશે તે પ્રાપ્ત કરશે,
(૩–૭૪) (૧૧૪૪) અહા! કુંદકુંદાચાર્ય આદિ દિગંબર સંતો અપાર કરુણા કરી માર્ગ બતાવે છે. તેઓ ઊંચેથી પોકારીને કહે છે કે-પ્રભુ! તારી પ્રસિદ્ધિ તો અતીન્દ્રિય જ્ઞાન અને આનંદની પર્યાયથી થાય છે. તારી પ્રસિદ્ધિ રાગથી કેમ હોય? કેમકે રાગની પ્રસિદ્ધિ છે એ તો પુદગલની પ્રસિદ્ધિ છે. ગજબ વાત ! આ સમયસાર એ તો જગતચક્ષુ-અજોડચક્ષુ છે. અને આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે ને! અભેદ એક શુદ્ધ દ્રવ્યસ્વભાવ ઉપર દૃષ્ટિ કરતાં જે અતીન્દ્રિય આનંદશાંતિની પર્યાય પ્રગટ થાય તે તારી પ્રસિદ્ધિ એટલે આત્મખ્યાતિ છે. અહો ! પંચમ આરાના સંતોએ જગતની દરકાર છોડીને, સત્ય આ જ છે-એમ સત્યના ડંકો વગાડ્યા છે.
(૩-૧૫૭) (૧૧૪૫ ) પોતાની દૃષ્ટિને સિદ્ધાંત કહે છે તેમ વાળવી જોઈએ પણ દષ્ટિ પ્રમાણે સિદ્ધાંતને વાળવો જોઈએ નહિ. ભાઈ ! શાસ્ત્ર જે કહે છે તે પ્રમાણે પોતાની દષ્ટિ કરવી જોઈએ, પણ પોતાની દૃષ્ટિથી શાસ્ત્રનો વિચાર કરવો જોઈએ નહિ; અન્યથા સત્ય હાથ નહીં આવે.
(૩-૨૨૦) (૧૧૪૬). આ સમયસાર તો ભરતક્ષેત્રનો ભગવાન છે. અહાહા..! શું અદભુત એની રચના છે! અલૌકિક ગાથાઓ અને અલૌકિક ટીકા છે. દેવાદિદેવ અરિહંતદેવની સાક્ષાત દિવ્યધ્વનિનો સાર લઈને શ્રી કુંદકુંદાચાર્યદેવે આ સમયસારની રચના કરી છે. અહો સમયસાર! ભાવો બ્રહ્માંડ ભર્યા! (તારામાં)
(૪-૪) (૧૧૪૭) અહા ! ભારતમાં કેવળજ્ઞાનીના વિરવું પડ્યા પણ ભાગ્યવશ આવી ચીજ (સમયસાર) રહી ગઈ. કોઈ વળી કહે છે કે સમયસાર વાંચો છો અને બીજું શાસ્ત્ર કેમ નહિ? પણ ભાઈ ! તત્ત્વજ્ઞાનના વિષયની મુખ્યતા દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં હોય છે. સમ્યગ્દર્શનના વિષયનું દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં નિરૂપણ હોય છે.
(૪-૧૧૬ ) (૧૧૪૮). અહો ! કોઈ ધન્ય ઘડીએ સમયસાર રચાઈ ગયું છે. જગતનાં સદ્ભાગ્ય કે આવી ચીજ રહી ગઈ. અહા ! એણે તો કેવળીના વિરહું ભુલાવ્યા છે.
(૪-૧૨૯) (૧૧૪૯). ભગવાનના મુખમાંથી પાણી નીકળતી નથી. સર્વાગેથી ધ્વનિ ઊઠે છે; પરંતુ લોકોની અપેક્ષાએ “મુખારવિંદથી” એમ કહ્યું છે. સકળ જનતાને શ્રવણનું સૌભાગ્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com