________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૦
અધ્યાત્મ વૈભવ હોતું નથી. તે બતાવનાર સર્વજ્ઞનું આગમ છે. જૈનમત સિવાયના અન્ય મતમાં સર્વજ્ઞ જ નથી, તેથી એમાં આવું વસ્તુનું યથાર્થ સ્વરૂપ બતાવનાર પણ કોઈ નથી. સર્વજ્ઞ પરમેશ્વરે અંતરમાં જે પૂર્ણ “જ્ઞ” સ્વભાવ-સર્વજ્ઞસ્વભાવ પડયો છે એના પૂર્ણ અવલંબનથી સર્વજ્ઞ પર્યાય પ્રગટ કરી. અને એવા સર્વજ્ઞ પરમાત્માની વાણી એ આગમ છે. (૧-૨૪૩)
(૧૧૩૮). અહીં એમ ઉપદેશ છે કે શુદ્ધનયના વિષયરૂપ ત્રિકાળી આત્મા-પર્યાયરહિત શુદ્ધાત્માનો અનુભવ કરો. આનંદકંદમાં ઝૂલનારા, વનવાસી, નગ્ન, દિગંબર મુનિઓ અને આચાર્યોનો આ ઉપદેશ છે. અને એ ભગવાનનો ઉપદેશ છે. મુનિઓ તો જંગલમાં રહેતા હોય છે. ક્યારેક ભોજન માટે ગામમાં આવે છે. એ મુનિઓ ક્યારેક વિકલ્પ ઊઠે તો વનમાં તાડપત્ર ઉપર શાસ્ત્ર લખે છે. ત્યાં ને ત્યાં તાડપત્ર મૂકીને પોતે તો બીજે ચાલ્યા જાય છે. કોઈ ગૃહસ્થને ખ્યાલ હોય કે મુનિ શાસ્ત્ર લખી ગયા છે તો તે લઈ લે છે. આખું સમયસાર આ રીતે બન્યું છે. અહાહા ! લખવાનું પણ જેને અભિમાન નથી અને લખવાના વિકલ્પના પણ જે સ્વામી થતા નથી એવા મુનિ ભગવંતોનો આ ઉપદેશ છે કે એક શુદ્ધાત્માનો અનુભવ કરો.(૧-૨૨૨)
(૧૧૩૯) અહો ! આ સમયસાર અદ્વિતીય ચક્ષુ છે, અજોડ આંખ છે. ભરતક્ષેત્રની કેવળજ્ઞાન આખ છે. ભાગ્ય જગતનું કે આ સમયસાર રહી ગયું
(૧૧૪૦) શુભભાવથી ધર્મ મનાવે એ શાસ્ત્ર યથાર્થ નથી. કુંદકુંદાચાર્યદવે બહુ મોટેથી પોકારીને કહ્યું છે કે મુનિ તો નગ્ન દિગંબર જ હોય. વસ્તસહિત હોય તે મુનિ ન હોય. તેમ છતાં જે વસ્ત્રસહિત મુનિ મનાવે, સ્ત્રીનો મોક્ષ થવો મનાવે, પંચમહાવ્રતના પરિણામથી નિર્જરા થવી મનાવે, એવી અનેક અન્યથા વિપરીત વાતો કહું તે શાસ્ત્ર જૈનશાસ્ત્ર નથી, તે વીતરાગ શાસન નથી. (આવા મિથ્યા અભિપ્રાયો સઘળા મિથ્યાદર્શન છે.)
(૩-૧૦) (૧૧૪૧) જે આગમમાં પરની દયાથી ધર્મ મનાવે અને પરની દયાને સિદ્ધાંતનો સાર કહે એ જૈન આગમ જ નથી. અહીં તો પૂજા, ભક્તિ, વ્રત, તપ, દાન, દયાના જે વિકલ્પ તે જીવ નથી એવું જ અત્-પ્રવચન છે-તે આગમ છે એમ કહ્યું છે. પર જીવની દયા હું પાળી શકું એવી માન્યતા છે તે મિથ્યાદર્શન છે. અને પરની હું રક્ષા કરું એવો જે વિકલ્પ છે તે શુભભાવ છે, રાગ છે. એ મિથ્યા માન્યતા અને રાગ છે તે જીવ નથી એવું જે સર્વજ્ઞનું વચન છે તે આગમ છે.
(૨૩૭)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com