________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮. શાસ્ત્ર
Tછે
(૧૧૨૮) અહાહા..! અજોડ શાસ્ત્ર છે. જગતનાં ભાગ્ય કે આવું શાસ્ત્ર રહી ગયું અને તે પણ શરૂઆતથી પૂર્ણ સુધી પૂરું થઈ ગયું!
(૧-૬). (૧૧ર૯) અહાહા...! જિનવચન એ તો સ્વરૂપનું ભેદ-વિજ્ઞાન કરાવી પરમ શાંતિ પમાડનારાં ઔષધ છે. મિથ્યાવાસનાઓથી ઉત્પન્ન થતા ભવરોગને મટાડનારાં છે. પણ અરેરે ! તે કાયર કહેતાં વિષયવાસનાના કલ્પિત સુખમાં રાચતાં એવા નપુંસકોને સુહાતાં નથી-અનુકૂળ લાગતાં નથી.
(૧-૩૮). (૧૧૩૦) જ્યાં સુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાસિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ન હોય ત્યાં સુધી તો જેનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનો સાંભળવાં. આવો ભાવ સમ્યગ્દર્શન થવા પહેલાં હોય છે એની વાત છે. અહીં “યથાર્થ ઉપદેશ” એના પર વજન છે. આમ જ્યાંત્યાંથી કહે છે કે દાન કરો, વ્રત કરો તો સમકિત થશે અને ધર્મ થશે તો એ જિનવચન નથી, યથાર્થ ઉપદેશ નથી. આ ઉપદેશ સાંભળવા લાયક નથી. જેમાં સમ્યગ્દર્શનાદિ વીતરાગતાનું પ્રયોજન પ્રગટ હોય તે યથાર્થ ઉપદેશ છે.
(૧-૧૬૫) (૧૧૩૧ ) ઉપદેશ સંભળાવનાર ગુરુ પણ વીતરાગી પુરુષ જ હોવા જોઈએ. જ્યાં ત્યાં માથાં ફોડે તો મિથ્યાત્વની જ પુષ્ટિ થાય છે. તેથી યથાર્થ ઉપદેશદાતાનો પણ નિર્ણય કરવાની જવાબદારી છે. જે સત્પરુષનાં વચનો વીતરાગતાની પુષ્ટિ કરે તેમનાં જ વચનો સાંભળવા યોગ્ય છે. એવા સત્પરુષ પણ શોધી કાઢવા પડશે. શ્રીમદે કહ્યું છે ને કે “સપુરુષને શોધ.' ઉપદેશ અને ઉપદેશક બન્ને વીતરાગતાનાં પોષક હોવાં જોઈએ. જુઓ, નિમિત્ત પણ યથાયોગ્ય હોય છે. વીતરાગનાં વચનો તો એવાં હોય છે કે તે એકદમ આત્માનો આશ્રય કરાવી પરનો આશ્રય છોડાવે છે.
(૧-૧૬૫) (૧૧૩ર) | જિનવચનમાં તો ભગવાન પૂર્ણાનંદનો નાથ ત્રિકાળી શુદ્ધ જીવ વસ્તુ ઉપાદેય કહી છે તેને પકડીને રમે એટલે તેમાં એકાગ્રતા કરે એમ વાત કહી છે. પર્યાય, રાગ કે નિમિત્ત તે ઉપાદેય નથી. વળી જિનવચનો તો નિશ્ચય અને વ્યવહાર બને છે. બન્નેમાં રમવું તે શું? તો કહે છે બંને ઉપાદેય હોઈ શકે જ નહીં. પણ દિવ્યધ્વનિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com