________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેવ
૪O૭
ભક્તિનો રાગ પણ આવે છે તો એમાં નિશ્ચયભક્તિનો ઉપચાર કરીને કહ્યું કે ભગવાનની ભક્તિથી સંસારવેલનો નાશ થાય છે. હવે આ વ્યવહારના વચનને યથાર્થ સમજ્યા વિના કોઈ ભગવાનની ભક્તિના રાગમાં જ લીન થઈ રહે તો તે મિથ્યાષ્ટિ જ છે, તેનો સંસાર મટતો નથી. આમ એકાંતે ભગવાનની ભક્તિના રાગથી જ મુક્તિ થવાનું માને તે મિથ્યાદષ્ટિ છે.
અહાહા...! પોતાનો સ્વભાવ તો જિનસ્વરૂપ-વીતરાગસ્વરૂપ જ છે. હવે કોઈ જિનબિંબનું દર્શન કરતાં જિનસ્વરૂપ નિજ જ્ઞાયકસ્વભાવ પ્રતિ ઢળીને-ઝુકીને તેમાં જ એકાગ્ર થાય તો તેને નિજસ્વરૂપનું-જિનસ્વરૂપનું અંદર દર્શન-શ્રદ્ધાન પ્રગટ થાય છે અને ત્યારે તેને નિદ્ધત અને નિકાચિત કર્મ ટળી જાય છે, અકર્મરૂપ થઈ જાય છે. ત્યાં કર્મ તો કર્મના કારણે અકર્મપણે થઈ જાય છે, કાંઈ જિનબિંબ તેને અકર્મપણે કરી દે છે એમ નથી, પણ આવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જાણી વ્યવહારથી કહ્યું કે જિનબિંબના દર્શનથી નિદ્ધત અને નિકાચિત કર્મ ટળી જાય છે. પણ એને ઉપચારમાત્ર ન સમજતાં એમ જ કોઈ માને તો લાખ જિનબિંબનાં દર્શન કરે તોય કર્મ ટળે નહિ અને તે મિથ્યાદષ્ટિ જ રહે. (૯-૧૦૫)
(૧૧ર૬). પ્રશ્ન: તો સિદ્ધ ભગવાન શું કામ કરે?
ઉત્તરઃ પોતે જ્ઞાનસ્વરૂપ થઈને એકલા આનંદને અનુભવે-ભોગવે. ભગવાન અનંત સુખ પ્રગટ થયું તેને ભોગવે બસ.
પ્રશ્નઃ આવા મોટા ભગવાન થઈને કોઈનું કાંઈ કરે નહિ?
ઉત્તરઃ ના કોઈનું કાંઈ કરે એવો આત્મસ્વભાવ જ નથી. હરામ જો કોઈનું કાંઈ કરે, કેમકે કોઈનું કાંઈ કરવાનો આત્માનો સ્વભાવ જ નથી. અહા ! આવું વસ્તુસ્વરૂપ છે તેનાથી વિપરીત માનવું તે જિનનીતિ-જિનમાર્ગ નથી, પણ અનીતિ છે; અહા! જિનનીતિને જે ઓળંગે છે તે મિથ્યાદષ્ટિ થાય છે ને ઘોર સંસારમાં પરિભ્રમે છે. પુરુષો જિનનીતિને ઓળંગતા નથી; કોઈનું કાંઈ કરવા રોકાતા નથી. સમજાણું કાઈ...?
(૧૧-૨૧૮) (૧૧૨૭) પ્રશ્નઃ ભગવાનને દીનદયાળ કહે છે તે શું છે?
ઉત્તરઃ ભગવાન દીનદયાળ છે એટલે કે પર્યાયની પામરતા દીનતા હતી તેને તોડીને સ્વ-આશ્રયે ભગવાન પોતાની પ્રભુતા પ્રગટ કરીને પોતે જ દીનદયાળ થયા છે. કોઈ બીજાની દયા કરે છે માટે દીનદયાળ એમ નહિ; બીજાની દયા કરવાનું તો આત્માનું સામર્થ્ય જ નથી, પણ ભગવાને પોતાની દીનતા દૂર કરી પૂર્ણ પ્રભુતા પ્રગટ કરી છે તો તેમને દીનદયાળ કહે છે. પ્રત્યેક આત્મા આ રીતે જ દીનદયાળ થાય છે.
(૧૧-૨૪૦ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com