________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શાસ્ત્ર
૪૦૯
એ જે શુદ્ધ જીવ વસ્તુને ઉપાદેય કહી છે તેમાં સાવધાનપે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ કરે-પ્રત્યક્ષ અનુભવ કરે તેને જિનવચનમાં રમવું કહે છે. ( ૧–૧૬૬ )
( ૧૧૩૩)
કેવું છે જિનવચન ? તો નિશ્ચય અને વ્યવહાર બંનેના વિરોધને મટાડનારું છે. નિશ્ચય અને વ્યવહા૨ બન્ને જિનવચનો છે. પરંતુ નિશ્ચય અને વ્યવહારને પરસ્પર વિષયનો વિરોધ છે. તથા નિશ્ચયનું ફ્ળ મોક્ષ અને વ્યવહારનું ફળ સંસાર છે. હસ્તાવલંબ જાણી જિનવચનમાં વ્યવહા૨નો ઘણો ઉપદેશ છે, પણ તેનું ફળ સંસાર કહ્યું છે તો બંનેમાં રમે શી રીતે ? જિનવચનમાં પ્રયોજનવશ વ્યવહારને ગૌણ કરી તથા નિશ્ચયને મુખ્ય કરી શુદ્ધ જીવ વસ્તુ ઉપાદેય કહી છે. તે એકમાં જ એકાગ્ર થવું એને રમવું એમ કહ્યું છે અને તે જ યથાર્થ ઉપદેશ છે.
( ૧–૧૬૭ )
( ૧૧૩૪ )
આગમ કોને કહેવું? કે જે ત્રિકાળી આત્મા આનંદનો નાથ પ્રભુ પ્રગટ સર્વજ્ઞદશાને પ્રાપ્ત છે એની જે ૐ કાર દિવ્ય ધ્વનિ નીકળી તેને આગમ કહે છે. અજ્ઞાનીએ કહેલાં હોય તે આગમ નહીં. સર્વજ્ઞની વાણીને શાસ્ત્ર અથવા પરમાગમ કહેવાય છે.
(૧–૧૮૦)
( ૧૧૩૫ )
વ્યવહારી છદ્મસ્થ જીવ આગમને પ્રમાણ કરી, વાણી સત્ છે એને લક્ષમાં લઈ, વાણીનું જે વાચ્ય ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવ તેનું શ્રદ્ધાન કરે એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. એ સુખની પ્રથમ કણિકા છે. બાકી બધા દુઃખના પંથે ચઢેલા છે. શાસ્ત્રોને જાણનારા જ્યાં સુધી જ્ઞાયકની દૃષ્ટિ ન કરે ત્યાં સુધી દુ:ખના પંથમાં છે. માર્ગ તો આ છે, ભાઈ! (૧–૧૮૧ )
( ૧૧૩૬ )
ભગવાનની વાણી સાંભળવા એકાવતારી ઇન્દ્રો આવે છે. સૌધર્મ-દેવલોક છે ને? તેનાં ૩૨ લાખ વિમાન હોય છે. એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે. એનો સ્વામી શકેન્દ્ર એકાવતારી હોય છે. તે એક ભવ કરી મોક્ષ જશે. અને એની હજારો ઇન્દ્રાણી પૈકી જે મુખ્ય પટરાણી છે તે પણ એકાવતારી હોય છે. તે પણ ત્યાંથી નીકળી મનુષ્ય થઈને મોક્ષ જશે. અહાહા...! તે જ્યારે સમોસરણમાં દિવ્યધ્વનિ સાંભળતા હશે, ગણધરો, મુનિવરો સાંભળતા હશે તે દિવ્યધ્વનિ-જિનવાણી કેવી હશે ?
(૧-૨૧૦)
(૧૧૩૭ )
ભગવાન આત્મા છે, છે, છે-એમ ત્રિકાળ ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ-એકસદશ પ્રવાહ અનાદિઅનંત છે. આવા એકરૂપ આત્માનું જ્ઞાનપર્યાયબુદ્ધિવાળા અજ્ઞાની જીવોને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com