________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૬
અધ્યાત્મ વૈભવ ‘ભગવાનની વાણી' –એમ કહેવાય છે. બાકી વાણી આદિના કર્તા-ભોક્તા ભગવાન નથી. અહા ! આવા જ્ઞાનસ્વરૂપે ભગવાનને જે ઓળખે તે જ ભગવાનને યથાર્થ ઓળખે છે.
(૯-૧૦૧ )
(૧૧૨૩)
તીર્થંકરોને વાણીનો અદ્દભુત દિવ્ય યોગ હોય છે-એ ખરું, બીજાને તેવી વાણી હોય નહિ; છતાં તે વાણી જડ વર્ગણાઓનું પરિણમન છે, ભગવાનનું તે કાર્ય નથી. વાણી કાર્ય અને ક્ષાયિકજ્ઞાન તેનું કર્તા–એમ છે નહિ. વળી ગણધરદેવને, તે વાણીના કાળમાં જે બાર અંગરૂપ ભાવશ્રુતજ્ઞાન ખીલ્યું ત્યાં વાણી કર્તા ને ગણધરનું જ્ઞાન તેનું કાર્ય-એમ પણ છે નહિ. અહાહા...! શું જ્ઞાનનો નિરાલંબી સ્વભાવ! જ્ઞાન વાણીને ઉપજાવે નહિ અને વાણીથી જ્ઞાન ઊપજે નહિ. ભલે દિવ્યધ્વનિ થવામાં ભગવાન કેવળીનું કેવળજ્ઞાન જ નિમિત્તરૂપ હોય, અજ્ઞાનીનું જ્ઞાન નિમિત્ત ન હોય, તો પણ તેથી કાંઈ જ્ઞાનને અને વાણીને કર્તાકર્મપણુ છે એમ છે નહિ. બન્નેય તત્ત્વો જુદાં જુદાં જ છે. લ્યો, આવી વાત છે. (૯-૧૦૧ )
(૧૧૨૪ )
પોતાની ચીજની ખબરેય ન મળે અને ઓઘે ઓધે માને કે ભગવાનની ભક્તિ કરો તો ભગવાન મોક્ષ આપી દેશે. પણ ભાઈ! જરા વિચાર તો કર. ભગવાન તને શું આપશે ? તારી ચીજ તો તારી પાસે પડી છે; ભગવાન તને ક્યાંથી આપશે ? વળી ભગવાન તો પૂરણ વીતરાગ પ્રભુ નિજાનંદરસલીન પરિણમી રહ્યા છે. તેમને કાંઈ લેવું-દેવું તો છે નહિ તો તેઓ તને મોક્ષ કેમ આપશે ?
તો ભગવાનને મોક્ષદાતાર કહેવામાં આવે છે ને?
હા, કહેવામાં આવે છે. એ તો ભગવાને પોતે પોતામાં પોતાથી નિજાનંદલીન થઈ મોક્ષદશા પ્રગટ કરી અને પોતાને જ તે દીધી તો તેમને મોક્ષદાતાર કહીએ છીએ. તથા કોઈ જીવ તેમને જોઈ, તેમનો ઉપદેશ પામી સ્વયં અતર્લીન થઈ જ્ઞાનદર્શન પ્રગટ કરે તો તેમાં ભગવાન નિમિત્ત છે. તો નિમિત્તની મુખ્યતાથી ભગવાનને ઉપચારમાત્ર મોક્ષદાતાર કહેવામાં આવે છે. લ્યો, આવી વાત છે.
'
જુઓ, એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર છે; તેમને શરીરની દશા નગ્ન હોય છે. તેમને ‘અરિહંત ’ ભગવાન કહેવામાં આવે છે. ‘ અરિહંત ’ એટલે શું? ‘અરિ’ નામ પુણ્ય ને પાપના વિકારી ભાવ; અને તેને જેઓએ હણ્યા છે તે અરિહંત છે. (૯-૧૩૦)
(૧૧૨૫ )
સમકિતી ધર્મી પુરુષને અંતરમાં નિશ્ચયભક્તિ-આત્મઆરાધના પ્રગટ થઈ હોય છે અને તે સંસારના નાશનું કારણ છે. હવે તેને બહા૨માં ભગવાન જિનેન્દ્રની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com