________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દિવ
૪૦૫
(૧૧૨૦) આ અહંતાદિ પંચ પરમેષ્ઠી નથી? ભગવાન! એ પંચ પરમેષ્ઠીપદ ભગવાન આત્માનાં-તારાં જ છે. તું જ અહંતાદિસ્વરૂપ છો. એ પંચપરમેષ્ઠીપદ આત્માની પેદાશ છે. એ કાંઈ રાગની કે શરીરની-પરની પેદાશ નથી; રાગમાં કે પરના સ્વરૂપમાં આ પાંચ પરમપદ છે જ નહિ.
(૭-૩પ૭) (૧૦૨૧) અહાહા..! ભગવાન આત્મા સદા જ્ઞાનરૂપી પ્રભુ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ છે. તેનો પૂરણ આશ્રય જેને થયો તે સર્વજ્ઞ પરમાત્માને એક સમયમાં ત્રણકાળ અને ત્રણલોકનું જ્ઞાન હોય છે. તેમનું શરીર નગ્ન હોય છે અને તેમને આહાર-પાણી હોતાં નથી. અહાહા...! તેઓ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદના કર્તા-ભોક્તા છે. એ તો આવી ગયું કે ક્ષાયિકજ્ઞાન પણ નિશ્ચયથી કમોનું અકારક તેમ જ અવેદક છે. અહા ! આવું ક્ષાયિકજ્ઞાન જેમને પ્રગટ થયું છે તેમને પરમાત્મા કહીએ. અહા ! તે સવજ્ઞ પરમાત્મા પૂર્ણ આનંદની-અનંત આનંદની દશાના વેદનમાં રહેલા છે. તેઓ કોઈનું કાંઈ કરે કે કોઈને કાંઈ આપે એ વાત જ ક્યાં રહે છે?
હા, પણ ભગવાન કરુણા કરે કે નહિ? ભગવાન કરુણાસાગર તો કહેવાય છે?
સમાધાન- ના, ભગવાન કોઈની કરુણા ના કરે, ભાઈ ! કરુણાનો ભાવ એ તો વિકલ્પ-રાગ છે, અને ભગવાન તો પૂરણ વીતરાગ છે. ભગવાનને કરુણાનો વિકલ્પ હોતો નથી.
તો કેવી રીતે છે!
ભગવાનની ઓધ્વનિ સાંભળીને વા ભગવાનના વીતરાગસ્વરૂપને જાણીને કોઈ ભવી જીવ પોતે પોતાની કરુણા–દયા કરે અને પોતાના હિતરૂપ પ્રવર્તે તો તે ભગવાનની કરુણા-દયા છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. ભગવાન કરુણાસાગર છે એ પણ વ્યવહારનું જ કથન સમજવું. ભગવાન તો શું નિશ્ચયે કોઈ જીવ કોઈ અન્ય જીવની દયા કરી શકે એવી વસ્તુસ્થિતિ જ નથી.
(૯-૯૬). (૧૧૨૨) જેમ ભગવાન કેવળીનો આત્મા એક જ્ઞાનમાત્ર ભાવમાં તન્મય છે તેમ ધર્મી સમકિતી પણ એક જ્ઞાનમાત્રભવમાં તન્મય વર્તે છે. અહાહા...જુઓ તો ખરા! ભગવાનનું એ સમોસરણ, એ બારસભા, એ દિવ્યધ્વનિ! ઓહોહોહો...! એકલા પુણના ઢગલા !! પણ બાપુ ! ભગવાન એના કાંઈ કર્તા નથી. ભગવાન એમાં ક્યાંય પ્રવેશ્યા-સ્પર્યા નથી. “ભગવાનની વાણી' –એ તો એમ ઉપચારથી કહેવાય છે, વાણીના કાળમાં ભગવાન કેવળીનું જ્ઞાન નિમિત્ત છે બસ એટલું જ્ઞાન કરાવવા ઉપચારથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com