________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેવ
૪૦૩ -પ્રતિમાની સ્થાપના, મંદિરોનું નિર્માણ, તેમની પૂજા-ભક્તિ-વંદના-અભિષેક બધું અનાદિ કાળથી છે. સ્વર્ગમાં તો ભગવાનની શાશ્વત અકૃત્રિમ પ્રતિમાઓ છે. ઇન્દ્રો, દેવો, દેવાંગનાઓ તેનાં વંદન-પૂજન આદિ કરે છે અને મોટા મહોત્સવ ઊજવે છે..
| ધવલમાં તો એમ આવે છે કે જિનબિંબદર્શનથી નિધત્ત અને નિકાચિત કર્મના ભુક્કા થઈ જાય છે, એ વ્યવહારથી વાત કરી છે. આત્મદર્શનથી કર્મનો નાશ થાય એમાં જિનબિંબદર્શન નિમિત્ત માત્ર છે...
ભગવાનની પ્રતિમા શાંત-શાંત-શાંત એવા ઉપશમરસનો કંદ હોય છે. જોતાં વેંત જ ઠરી જવાય, આનંદવિભોર થઈ જવાય એવી એ પ્રતિમાને મુગટ પહેરાવે અને આંગી લગાવે તો એ જિનબિંબ નથી. આ તો ન્યાયથી વાત છે. અહીં કોઈ પક્ષની વાત નથી. (૪-૪૩)
(૧૧૧૫). એક વખત એવો પ્રશ્ન થયેલો કે મહારાજ ! સિદ્ધ ભગવાન શું કરે?
ત્યારે જવાબમાં કહ્યું કે સિદ્ધ ભગવાન પરનું કાંઈ કરતા નથી. અહાહા..! પોતાની પર્યાયમાં અનંત આનંદ પ્રગટ થયો છે તેનું સિદ્ધ ભગવાન વેદન કરે છે.
ત્યારે તે કહે કે એવા કેવા ભગવાન ! ભગવાન જેવા ભગવાન કોઈનું કાંઈ ન કરે! અમે તો બીજાનું ભલું કરીએ છીએ.
જુઓ, અજ્ઞાનીનો ભ્રમ! ભાઈ ! કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કાંઈ ન કરી શકે એ અચલિત વસ્તુમર્યાદા છે. તેને તોડવી અશક્ય છે. પોતાની પર્યાય પરમાં ન જાય અને પરની પર્યાય પોતામાં ન આવે. તો પછી એક વસ્તુ અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે નહિ સંક્રમતી તે અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? કદી ન પરિણમાવી શકે. માટે પરભાવ કોઈથી કરી શકાય નહિ.
(૫–૧૪૭) (૧૧૧૬ ) આમાવલોકનમાં આવે છે કે–વીતરાગદેવની જે પ્રતિમા છે તે પ્રતિમા સ્થિર બિંબ છે, હાલતા-ચાલતી નથી અને આંખની પાંપણેય ફરકતી નથી. આવી સ્થિર-સ્થિર જિનપ્રતિમા દેખીને એમ વિચાર આવે છે કે વીતરાગને પહેલાં જે રાગ હતો તે રાગ ટળીને વસ્તુ જે વીતરાગસ્વભાવે હતી તે, તેવી વીતરાગ રહી ગઈ. એટલે કે વીતરાગની મૂર્તિ હોય કે સાક્ષાત્ વીતરાગ પરમેશ્વર હોય, બેયને દેખીને આવો વિચાર થવો જોઈએ કે ભગવાનને પહેલાં જ દયા, દાન, વ્રત, પૂજા, ઉપવાસ ઇત્યાદિના શુભરાગના જે વિકલ્પ હતા કે જેને લોકો અત્યારે ધર્મ માને છે-તે નીકળી ગયા અને વીતરાગ સ્થિર બિંબ જે પોતાનું હતું તે રહી ગયું. ભગવાનમાં જે વીતરાગપણું છે તે પોતાની વસ્તુ છે. રાગ જે પોતાનો નહોતો તે નીકળી ગયો. અરે ! આમ છે છતાં લોકો અત્યારે રાગને ધર્મ માને છે ! (ખેદની વાત છે ).(૬-૧૧૫ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com