________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ
૪૦૧ પૂર્ણદશા ભણી જવું છે ને! તેથી કહે છે-શુદ્ધ ચૈતન્યના આલંબનથી પ્રગટ નિર્મળ દર્શનજ્ઞાન-ચારિત્રમાં જ વિહર, બીજે ન વિહર.
દેવગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો-વિનય-ભક્તિનો ભાવ રાગ છે, વ્યવહાર છે; પંચમહાવ્રતના પરિણામ રાગ છે, વ્યવહાર છે; છકાયની રક્ષાના પરિણામ રાગ છે, વ્યવહાર છે, શાસ્ત્ર-ભણતરનો ભાવ રાગ છે, વ્યવહાર છે. આ બધો વ્યવહાર જ્ઞયરૂપ ઉપાધિ છે, સ્વભાવ નથી. પરદ્રવ્ય છે. તેમાં જરા પણ ન વિહર-એમ કહે છે. શુદ્ધ નિશ્ચય એકના જ આલંબને પ્રાપ્ત શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર. લ્યો, આ પ્રભુનો માર્ગ છે આ શૂરવીરનાં કામ છે બાપા !
(૧૦-૨૫૮) (૧૧૭૯) ભાઈ ! તારે આત્માની શાંતિ ખોવી હોય, ચારગતિમાં રખડવું હોય તો રાગના વાડે ( –ક્ષેત્રમાં) જા. કહેવત છે ને કે-ઘો મરવાની થાય તો વાઘરીવાડે જાય, તેમ જેને જન્મમરણ જ કરવાં છે તે રાગના વાડે જાય. આવી વાત !
(૧૦-૨૮૧) (૧૧૧૦) ' અરે ભાઈ, શુભભાવથી પુણ્ય બંધાતાં એક વાર કદાચ નરક-પશુગતિ ન મળી તો તેમાં શું ફાયદો થયો? સ્વર્ગનું આયુષ્ય પૂરું કરીને અજ્ઞાનવશ પશુ થશે અને પછી નરકે જશે. અરે ભાઈ, તને પુણ્યનું ફળ દેખાય છે, પણ અજ્ઞાનનું ને મિથ્યાભાવનું ફળ નથી દેખાતું. બાપુ, મિથ્યાભાવનું ફળ પરંપરાએ નિગોદ છે ભાઈ ! જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, સ્વભાવનું સાધન નથી, સ્વરૂપનાં પ્રતીતિ ને વિશ્વાસ નથી તો ક્રિયાકાંડના આલંબને એકાદ ભવ સ્વર્ગનો મળી જાય, પણ પછી તિર્યંચ થઈને નરક કે નિગોદમાં જીવ ચાલ્યો જશે; તેને ભવનો અભાવ નહિ થાય. ભવના અભાવનું સાધન તો સ્વભાવના આલંબનથી જ પ્રગટ થાય છે.
(૧૧-૧૯૫) (૧૧૧૧) અહા ! રાગની એકતા એ તો આત્મઘાત છે; એમાં તો આત્માનું મૃત્યુ થાય છે. વિજ્ઞાનઘન પ્રભુ આત્માને રાગવાળો માનવો, અર્થાત્ હું રાગ છું એમ માનવું એ તો ભાવમરણ છે, કેમકે એમાં પોતાના ચૈતન્યસ્વરૂપનો ઇન્કાર થયો ને! ચૈતન્યનો ઇન્કાર એ એની હિંસા છે, ને એ ભાવમરણ છે. અહા ! રાગથી મને લાભ છે એવી દષ્ટિમાં પ્રભુ! તારું ક્ષણે ક્ષણે ભાવમરણ થઈ રહ્યું છે. શ્રીમમાં આવ્યું છે ને કે- “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો !' ભાઈ પમાં ને રાગમાં સુખ માનતાં તારા સુખનો નાશ થાય છે એ તો જ. આ અવસર પૂરો થઈ જશે ભાઈ! દેહ છૂ થઈ જશે, ને તું ક્યાંય ચાલ્યો જઈશ, ને ક્ષણક્ષણનું ભાવમરણ ચાલ્યા જ કરશે. ( જો આત્મદષ્ટિ હમણાં જ ના કરી તો). (૧૧-૨૭ર)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com