________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭. દેવ
Tછે
(1)
Apr
હવે
(૧૧૧૨) સમોસરણમાં વીતરાગ અરિહંત પરમાત્મા હોય છે. એવી જ વીતરાગી મૂર્તિ હોય એને જિનબિંબ કહીએ. અન્ય આભૂષણાદિયુક્ત મૂર્તિ તે જિનબિંબ નથી. ભગવાન તો નગ્નદિગંબર વીતરાગસ્વરૂપ હોય છે. તેવી જ નગ્ન-દિગંબર વીતરાગી મૂર્તિ તે જિનબિંબ છે. આવા જિનબિંબનાં દર્શન, ભક્તિ, પૂજા ઇત્યાદિ બાહ્ય વ્યવહાર પ્રવર્તનનો ભાવ સમકિત થયા પહેલાં હોય છે પણ એનાથી નિશ્ચય સમકિત થાય નહીં. નિશ્ચય સમ્યકત્વ તો એકમાત્ર અખંડ એક જ્ઞાયકભાવનું અવલંબન થતાં જ થાય છે.
(૧–૧૬૮) (૧૧૧૩) ભગવાનની મૂર્તિ છે, મંદિર પણ છે. એ બધું છે એ આગમથી સિદ્ધ છે, ઇતિહાસથી પણ સિદ્ધ છે. કોઈ એને ઉથાપે તો એ માર્ગ નથી. મોહન-જો-ડેરોમાં પાંચ હજાર વર્ષ જૂની પ્રતિમા નીકળી છે, ઈતિહાસથી પણ એ સિદ્ધ છે, શાસ્ત્રમાં પણ મૂર્તિની વાત છે. માટે એનો કોઈ નિષેધ કરે તોતે સત્ય માર્ગ નથી. ભગવાનની મૂર્તિ છે અને જે શુભભાવ કરે તેને એમાં તે નિમિત્ત પણ છે. ભગવાનની પ્રતિમા શુભભાવ કરાવી દે એમ નહિ, પણ જે શુભભાવ કરે તેને એ નિમિત્ત છે તથાપિ શુભભાવ છે તે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. આવી ચોખ્ખી વાત છે.
વળી કોઈ મૂર્તિ માને, પણ તેમાં આડંબર વધારી તેને શણગાર-આભૂષણ લગાવે તો તે પણ બરાબર નથી, સત્ય માર્ગ નથી. શુદ્ધ જળથી જ ભગવાનનો અભિષેક હોય એવી શાસ્ત્રોક્ત પદ્ધતિ છે. એમાં ફેરફાર કરવો એ પણ માર્ગ નથી. ભાઈ ! આ તો વીતરાગનો માર્ગ છે. તેમાં વીતરાગી બિંબનું જ સ્થાપન પૂજા ભક્તિ હોય છે.
વીજળીના દીવાના મોટા ભપકા કરે એમાં જીવ-જંતુમ, પતંગિયાં મરે. જેમાં વિશેષ હિંસાનો દોષ થાય એ માર્ગ નથી. ભાઈ ! આ તો વિવેકનો માર્ગ છે. ભગવાનને ફૂલ ચઢાવે અને કેશરના ચાંલ્લા કરે એ માર્ગ નથી. કોઈ પ્રતિમાને (જિનબિંબને) ઉથાપે તો એ માર્ગ નથી અને કોઈ પ્રતિમા પર આભૂષણાદિ અનેક પ્રકારે આડંબર રચે તો તે પણ માર્ગ નથી. ભગવાનની મૂર્તિ હોય છે. તેની પૂજા-ભક્તિ-વંદનાના ભાવે પણ હોય છે. પણ એની મર્યાદા એટલી કે તે શુભભાવ છે, પુણ્યબંધનું કારણ છે.
(૪-૪૩) (૧૧૧૪) ભાઈ ! પરમાત્મા ત્રણકાળ ત્રણલોકના જાણનારા અનાદિથી છે. તેમ જિનબિંધની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com