________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૦
અધ્યાત્મ વૈભવ ભાવ અસંખ્યાત પ્રકારના પુણ્ય-પાપના ભાવ પરદ્રવ્ય છે. પરદ્રવ્યના લક્ષે થતા તે ભાવ પદ્રવ્ય છે. બહારની મીઠાશની ભ્રમણામાં જીવ પોતાને ભૂલીને પરદ્રવ્ય એવા અસંખ્યાત પ્રકારના રાગ-દ્વેષના ને પુણય-પાપના ભાવોમાં સ્થિત રહેલો છે. અહા ! પોતે તે અંદર અમૃતનો સાગર પ્રભુ છે. પણ પોતાની પ્રજ્ઞાના દોષથી-કર્મના દોષથી એમ નહિ હોં-પોતાના જ દોષથી પોતાને ભૂલીને પુણ્ય-પાપરૂપ ઝેરના પ્યાલા પી રહ્યો છે. પુણ્ય-પાપના ભાવ ઝેરના પ્યાલા છે હોં. પુણ્યભાવ પણ ઝેર છે ભાઈ ! પોતે જ તેમાં મુર્બાઈને ભ્રમણા ઊભી કરી છે, અને પોતે જ ઝેર પીધા કરે છે.
અમાપ અમાપ. અમાપ શક્તિથી ભરેલો ભગવાન આત્મા છે તે અજ્ઞાનીના માપમાં ( -જ્ઞાનમાં) આવ્યો નહિ ને આ પુણ્ય-પાપના ભાવનાં માપ ( -જ્ઞાન ને હોંશ) કરીને એમાં જ અનાદિથી સ્થિત થઈને એણે ઝેર પીધાં છે. આ દેવ શું મનુષ્ય શું; નારકી શું, તીર્થંચ શું, ધનવાન છું, નિર્ધન શું, રાય શું, રંક શું, કીડી, કબૂતર ને કાગડા શું; અરે! સર્વ સંસારી જીવો અનાદિથી પોતાની ચીજને ભૂલીને પુણ્ય-પાપરૂપ વિષમભાવના વિષના સેવનમાં પડેલા છે. ભાઈ ! વ્યવહારરત્નત્રયનો ભાવ પણ વિષમભાવ છે બાપુ! નિયમસારમાં કળશમાં કહ્યું છે કે-નામમાત્ર કારણ કહીએ એવા વ્યવહારરત્નત્રયને ભગાસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં (અનેક ભાવોમાં) આચર્યું છે, અર્થાત્ એ સત્યાર્થ કારણ નથી, સમભાવ નથી, વિષમભાવ છે. સમજાણું કાંઈ....?
હમણા ! હમણાં મોટા ભાગના જીવો તો પાપનાં પોટલાનો ભાર ભરવામાં રોકાઈ ગયા છે, ત્યાંથી ખસી કદાચિત્ પુણ્યભાવમાં આવે તોય શું? પુણ્યભાવ પણ રાગ છે, દુઃખ છે; ઝેર છે. અહા ! આમ દુઃખમય ભાવોમાં જ જીવ અનાદિથી સ્થિત છે; તે પોતાની પ્રજ્ઞાનો અપરાધ છે. આ શેઠીઆ, રાજા ને દેવતા બધા પુણ્ય-પાપમાં સ્થિત રહ્યા થકા દુઃખમાં જ ગરકાવ છે. ભાઈ! તું સંયોગમાં સુખી છે એમ માને છે પણ બાપુ! તું દુ:ખના જ સમુદ્રમાં સ્થિત છે; કેમકે પુણ્ય-પાપના ભાવ બધો દુઃખનો સમુદ્ર છે ભાઈ !
(૧૧૦૮). પુણ્યના પરિણામ થાય તે પરશેયરૂપ ઉપાધિભાવ છે. પુણ્યભાવ ધર્મીને આવે ભલે, પણ તે ઉપાધિભાવ છે. સ્વભાવ નથી. સમાધિ નથી. જેમ શરીર, મન, વાણી, ઇન્દ્રિય પરય છે. તેમ શુભભાવના વિકલ્પ ઊઠે તે પરજ્ઞય છે અને માટે તે ઉપાધિસ્વરૂપ છે. ભાઈ ! તું પર તરફ જઈશ તો તને ચોમેરથી વિકલ્પરૂપ ઉપાધિ ઊભી થશે, સમાધિ નહીં થાય. ભગવાન કહે છે તું મારી સામે પણ જોઈશ તો રાગ જ થશે, ઉપાધિ થશે, ધર્મ નહિ થાય. જ્ઞાનીને પણ વ્યવહારના શુભભાવ આવે છે, પણ તે છે ઉપાધિ. માટે કહે છે-સર્વ તરફથી ફેલાતા પદ્રવ્યોમાં જરા પણ ન વિહર,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com