________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૮
અધ્યાત્મ વૈભવ દેતાં રાગદ્વેષ ઊપજતા નથી; ઊપજતા નથી માટે તેનો ક્ષય કરો એમ કહ્યું છે. સમજાણું કાંઈ....?
(૯-૪૨૧) (૧૧૦૨) દુનિયાના લોકોને બીજો પ્રશંસા કરે તો મીઠી લાગે. પાગલ છે ને ? પાગલ પાગલને વખાણે-એ ન્યાય છે. તેમ અજ્ઞાનીનાં વ્રત, તપને લોકો વખાણે તે તેને મીઠું લાગે, પણ ભાઈ ! એ તો પાગલપણું છે બાપુ! કેમકે રાગથી ધર્મ થાય એમ તો મિથ્યાષ્ટિ પાગલ માને અને કહે. રાગમાં હરખાવું શું? રાગ તો એકલા દુઃખનો દરિયો છે, તેમાં લેશ પણ સુખ નથી.
(૯-૪૨૩) (૧૧૦૩) કોઈ વળી કહે છે-રાગદ્વેષ જો કર્મથી ન થાય તો તે જીવનો સ્વભાવ થઈ જશે અને તો તે કદીય મટશે નહિ.
ભાઈ રાગદ્વેષ છે એ કાંઈ જીવનો ત્રિકાળી સ્વભાવ નથી. જીવના ત્રિકાળી સ્વભાવમાં શુદ્ધ એક ચૈતન્યભાવમાં, જ્ઞાયકભાવમાં રાગદ્વેષ નથી ને તે રાગદ્વેષનું કારણ પણ થી. અહીં તો જીવને જે રાગદ્વેષ થાય છે તે તેનો પર્યાયસ્વભાવ છે એમ વાત છે. રાગદ્વેષ થાય તેમાં કર્મ વગેરે પરદ્રવ્ય કારણ નથી એમ અહીં સિદ્ધ કરવું છે. સમજાય છે કાંઈ? રાગદ્વેષ ઉત્પન્ન થાય છે તે સ્વભાથી જ ઉત્પન્ન થાય છે એમ કહ્યું એ પર્યાયસ્વભાવની વાત હોં; અને તેથી તે ( જ્ઞાયકના લક્ષ) મટી શકે છે. હવે લોકોને કાંઈ ખબર ન મળે અને એમ ને એમ આંધળે બહેરું કૂટે રાખે, પણ જીવન જાય છે જીવન હો એમ ને એમ અજ્ઞાનમાં જશે તો અહીં તો મોટો અબજોપતિ શેઠ હોય પણ ક્યાંય ભૂંડણના પેટે ને કાગડ-કૂતરે જન્મ થશે. અરરર! આવો જન્મ! ચેતી જા ભગવાન!
(૯-૪૨૫) (૧૧૦૪) અહીં રાગદ્વેષાદિ વિકારને ચેતનતા પરિણામ કહ્યા કેમકે તે ચેતનની પર્યાયમાં થાય છે. બીજે ક્યાં શુદ્ધ સ્વભાવને સિદ્ધ કરવાની વાત હોય ને સ્વભાવનો – ધ્રુવનો આશ્રય કરવાનું પ્રયોજન હોય ત્યાં તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. જ્યાં જે વિવેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. જેને સ્વભાવની–ધ્રુવની દૃષ્ટિ થઈ તેને પોતે વ્યાપક અને નિર્મળ પર્યાય એનું વ્યાપ્ય છે; વિકાર એનું વ્યાપ્ય નથી એ અપેક્ષાથી તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. અહીં રાગદ્વેષાદિ વિકારના ભાવ જીવની દશામાં થાય છે માટે જીવના પરિણામ કહ્યા છે; તેઓ જડમાં થતા નથી, જડ દ્રવ્યો તેને નિપજાવતા નથી, કેમકે અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણ-પર્યાયોથી ઉત્પત્તિ થતી નથી. આવી વાત છે.
(૯-૪૨૦)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com