________________
પુણ્ય-પાપ
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૭
( ૧૧૦૦ )
‘આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાનભાવથી રાગદ્વેષરૂપે પરિણમે છે.' –ઝીણી વાત છે પ્રભુ! અંદર આત્મા છે તે જ્ઞાનપુંજ પ્રભુ ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્યશક્તિનો રસકંદ છે. દયા, દાન આદિ પુણ્યભાવ ને હિંસા જૂઠ આદિ પાપના ભાવ-ને આત્મામાં નથી. શું કીધું ? રાગદ્વેષના ભાવ, પુણ્ય-પાપના ભાવ તે શુદ્ધ ચૈતન્ય-વસ્તુમાં નથી. અહા ! આવો આત્મા, કહે છે. અજ્ઞાનભાવથી રાગદ્વેષરૂપે થાય છે, પરિણમે છે. જેને પોતાની શુદ્ધ ચૈતન્યસત્તા કે જેને એક જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, એક સામાન્યભાવ, નિત્યભાવ, પંચમ પારિણામિકભાવ કહીએ તેનું ભાન નથી તે જીવ અજ્ઞાનભાવથી પુણ્ય ને પાપ અને રાગ ને દ્વેષના ભાવરૂપે પરિણમે છે. અહાહા...! પોતે નિજસ્વભાવથી રાગદ્વેષરૂપે પરિણમતો નથી, ને કર્મને લઈને રાગદ્વેષરૂપે પરિણમે છે એમ પણ નથી, પરંતુ પોતાની વસ્તુના સ્વરૂપનું અજ્ઞાન છે, અભાન છે–તે અજ્ઞાનને લઈને પોતે રાગદ્વેષરૂપે પરિણમે છે. સમજાણું કાંઈ... ?
આ શરીર તો જડ માટી–ધૂળ છે, અને કર્મ પણ જડ માટી-ધૂળ છે. એ તો આત્મામાં છે નહિ. વળી એકેક ઇન્દ્રિયના વિષયને જાણે એવી જે ખંડખંડ ભાવ-ઇન્દ્રિય-જ્ઞાનની ખંડખંડ પર્યાય—તે પણ ત્રિકાળી ધ્રુવ વસ્તુમાં નથી. ત્રિકાળી વસ્તુ તો અખંડ, અભેદ, એક જ્ઞાયકભાવરૂપ છે. તે જ્ઞાયક વસ્તુમાં રાગદ્વેષ નથી, સંસા૨ નથી, ઉદયભાવ નથી.
(૯-૪૨૦)
( ૧૧૦૧ )
દ્રવ્યદષ્ટિથી જોતાં તે રાગદ્વેષ ‘િિગ્વન્ સ્’કાંઈ જ નથી. જોયું? પર્યાય જ પોતાનું સ્વરૂપ છે એમ દેખનારા પર્યાયદષ્ટિ જીવોને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, પરંતુ વસ્તુ પોતે ત્રિકાળી ધ્રુવ ચિદાનંદઘન પ્રભુ પોતે છે તેમાં એકાગ્ર કરેલી અંતરષ્ટિ વડે જોતાં, કહે છે, રાગદ્વેષ કાંઈ જ નથી. અહાહા...! આત્મા શુદ્ધ એક ચૈતન્યવસ્તુ છે તેને અંતરની એકાગ્રદષ્ટિથી દેખતાં ધર્મ-વીતરાગતા પ્રગટ થાય છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે, તેને રાગદ્વેષ કાંઈ જ નથી. અહા ! ‘સિદ્ધ સમાન સદા પદ મેરો' –એવી ચીજ પોતે આત્મા છે, પણ અરે! એને એની ખબર નથી! શું થાય? પોતે જિનસ્વરૂપ અંદર ભગવાન છે એના ભાન વિના અજ્ઞાનથી તેને રાગદ્વેષ નિરંતર ઊપજ્યા જ કરે છે. જો પોતાના પૂરણ જ્ઞાનાનંદમય ભગવાનસ્વરૂપની દૃષ્ટિ કરે તો રાગદ્વેષ કાંઈ જ નથી, કેમકે રાગદ્વેષ કાંઈ દ્રવ્યરૂપ જુદી વસ્તુ નથી; દ્રવ્યદષ્ટિમાં રાગદ્વેષ દેખાતા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
અહા ! અનાદિ અજ્ઞાન વડે એણે ચૈતન્યનું જીવન હણી નાખ્યું છે. તેને આચાર્યદેવ કહે છે-હૈ ભાઈ ! તારી ચીજ અંદર સર્વજ્ઞસ્વભાવથી પૂરણ ભરી પડી છે. તેમાં જ દૃષ્ટિ સ્થાપિત કરી તત્ત્વદષ્ટિ વડે રાગદ્વેષનો ક્ષય કરો. સ્વભાવ ઉપર દૃષ્ટિ