________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૬
અધ્યાત્મ વૈભવ ગુણ નથી એવા પદ્રવ્યોનું લક્ષ કરવાથી અજ્ઞાનના કારણે રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે, વાસ્તવમાં સ્વદ્રવ્યથી નહિ, પરદ્રવ્યથી પણ નહિ, પણ પરથી અને રાગથી મને લાભ છે અને તે (-પર અને રાગ ) મારું કર્તવ્ય છે એવા અજ્ઞાનથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે.
ભાઈ ! પરદ્રવ્યમાં રાગદ્વેષ નથી; પરમાં તારા ગુણ નથી, અવગુણ પણ નથી, પરંતુ શુદ્ધ ચિદાનંદ ચૈતન્ય ચમત્કાર નિજ આત્માને ભૂલીને, વિકારને પોતાનું સ્વ માને છે તે મહા વિપરીતતા ને અજ્ઞાન છે અને તે અજ્ઞાનથી જ રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. અહાહા..સંતો કહે છે-અમારા કોઈ ગુણ અમે પરદ્રવ્યમાં દેખતા નથી, તો અમને રાગદ્વેષ કેમ ઉત્પન્ન થાય ?
(૯-૪૧૮) (૧)૯૮). અહા! ત્રિકાળી ધ્રુવ આનંદકંદ પ્રભુ પોતે-તેનું લક્ષ છોડીને એક સમયની પર્યાય જેવડો પોતાને માને તે અજ્ઞાન છે અને તે અજ્ઞાન જ રાગ-દ્વેષની ખાણ છે પરદ્રવ્ય નહિ, સ્વદ્રવ્ય નહિ, પરંતુ પર્યાયબુદ્ધિ જ રાગદ્વેષની ખાણ છે. અહાહા..! આચાર્ય કહે છે-રાગદ્વેષમોહ વિષયોમાં નથી કેમકે વિષયો પરદ્રવ્ય છે, ને રાગ-દ્વેષ-મોહ સમ્યગ્દષ્ટિમાં નથી કેમકે તેને અજ્ઞાનનો અભાવ છે. માટે, કહે છે, તેઓ છે જ નહિ, લ્યો આવી! વાત! એમ કે અજ્ઞાનભાવને છોડીને રાગ-દ્વેષ-મોહું ક્યાંય છે જ નહિ. સમજાય છે કાંઈ....?
અહા ! ધર્મી જીવ જે સમ્યગ્દષ્ટિ થયો તેને રાગદ્વેષ નથી, કિંચિત્ રાગાદિ થાય છે તો તે શેયપણે છે. ઝીણી વાત છે પ્રભુ! ધર્મીની દષ્ટિ તો ત્રિકાળી સ્વદ્રવ્ય પર છે; અને
સ્વદ્રવ્યમાં ક્યાં રાગદ્વેષ છે? નથી; વળી પરદ્રવ્યમાં પણ રાગ-દ્વેષ-મોહ નથી, અને પરદ્રવ્યની ધર્મીને દૃષ્ટિ પણ નથી, માટે સમ્યગ્દષ્ટિને રાગ-દ્વેષ-મોહ કેમ હોય? ન જ હોય. તેથી આચાર્ય કહે છે- “તેઓ ( રાગદ્વેષમોહ) છે જ નહિ.” કિંચિત્ રાગદ્વેષ છે એ તો ધર્મીને જ્ઞાનના જ્ઞયપણે છે; તેનું એને સ્વામિત્વ નથી. માટે જ્ઞાનીને રાગ-દ્વેષ-મોહ નથી. આવી વાત છે.
(૯-૪૧૮) (૧૦૯૯) વીતરાગમૂર્તિ આનંદઘન પ્રભુ આત્માને શુદ્ધદ્રવ્યદૃષ્ટિથી અંતરદષ્ટિથી જોતાં રાગ-દ્વેષમોહ છે જ નહિ. અહાહા...! દ્રવ્યદષ્ટિવંત-ધર્મીપુરુષને, કહે છે, રાગદ્વેષમોહ છે જ નહિ, કેમકે તેને અજ્ઞાન નથી, પરંતુ વર્તમાન પર્યાય ઉપર જેની દષ્ટિ છે, અંશ ઉપર જેની દષ્ટિ છે તેવા પર્યાયદષ્ટિ જીવને રાગદ્વેષમોહ ઉત્પન્ન થાય છે. બહારમાં કોઈ ભલે મહાવ્રતાદિનું પાલન કરતો હોય, પણ એનાથી પોતાને લાભ છે એમ જ માનતો હોય તો તે પર્યાયદષ્ટિ મૂઢ છે, અને તેને અજ્ઞાનના કારણે રાગ-દ્વેષ-મોહ અવશ્ય થાય છે. માટે પર્યાયબુદ્ધિ છોડી, હે ભાઈ ! દ્રવ્યદૃષ્ટિ પ્રગટ કર. આ જ તારા હિતનો-કલ્યાણનો ઉપાય છે.
(૯-૪૨૦)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com