________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૪
અધ્યાત્મ વૈભવ આપે તેમ ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા પોતે છે તેમાં એકાગ્ર થતાં જ તે અતીન્દ્રિય આનંદ આપે છે. ચિચમત્કારમય વસ્તુ તો આવી છે નાથ ! તે એકની જ ભાવના કર; અમને તે એકની જ ભાવના છે. કહ્યું ને કે-અમને સમસ્તપણે એક આત્મા જ પ્રકાશમાન હો.
કોઈ બીજા ગમે તે કહે, પુણ્યની ભાવના છે તે મિથ્યાત્વ છે અને તે વડે જીવને સંસાર ને દુઃખ જ પ્રાપ્ત થાય છે. અહીં આનંદના બાગમાં કેલિ કરનાર ભગવાન આચાર્ય અમૃતચંદ્ર કહે છે ભગવાન! તું ચૈતન્યચિંતામણિ રત્ન છો; તેમાં જ એકાગ્ર થા, તેમાં જ લીન થા અને તેમાં જ ઠરીને નિવાસ કરતેથી તને આનંદ થશે.
(૯-૩૦૩). (૧૮૯૨) જેની દષ્ટિ અંદર શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા ઉપર છે તેને રાગ આવે ત્યારે પુણ્ય બંધાય તે પુણ્યાનુબંધી પુણ્ય છે; જેની દષ્ટિ રાગ ઉપર છે, જેને શુભની રુચિ છે, તેને રાગ આવે ત્યારે પુણ્ય બંધાય તે પાપાનુબંધી પુણ્ય છે. લ્યો, બેમાં આવડો મોટો ફેર છે.
(૯-૩૮૦) (૧૮૯૩) અહા ! અનંત કાળમાં એણે આવા જ્ઞાન-શ્રદ્ધાન ને પુણ્ય-પાપથી નિવર્તવારૂપ પરિણામ તો કર્યા નહિ. માત્ર પુણ્ય-પાપના ભાવ કરી કરીને સ્વર્ગ-નરકાદિમાં અનંતા ભવ કરી કરીને રઝળી મર્યો છે. અરે! કઈક વાર તે મોટો માંડલિક રાજા થયો, મોટો દેવ પણ થયો, પરંતુ સ્વસ્વરૂપના જ્ઞાન-શ્રદ્ધાન વિના તે આકુળતાની ભઠ્ઠીમાં શેકાઈ ગયો. દેખવું, જાણવું, શ્રદ્ધવું ને પુણ્ય-પાપથી નિવર્તવું-એ એના વાસ્તવિક પરિણામ છે. પણ અરે ! સ્વરૂપની દષ્ટિ વિના રાગદ્વેષના દાવાનલમાં ચિરકાળથી એની શાંતિ બળી ગઈ ! એ મહાદુઃખી થયો. (૯-૩૮૫)
(૧૦૯૪) અરે! જીવો પોતાની શુદ્ધિ ચૈતન્યવહુ સુખધામ પ્રભુ આત્મા છે તેને ભૂલીને પુણ્યપાપની વૃત્તિમાં રોકાઈ પડયા છે. પરંતુ પુણ્ય-પાપના ભાવ વાસ્તવમાં તો પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી; ભગવાન આત્માની એ ચીજ નથી. ભગવાન આત્માનો સહજ જાણગસ્વભાવ છે તેથી તે પુણ્ય-પાપ આદિ ભાવોને જાણે છે, પણ તેથી કાંઈ પુણ્ય-પાપ આદિ ભાવ જ્ઞાનરૂપઆત્મરૂપ થઈ જતા નથી. ભગવાન આત્માને રાગાદિ પદાર્થો ભિન્ન જ રહે છે, કદી એકરૂપ થતા નથી. વાસ્તવમાં રાગ મારો સ્વભાવ છે એમ માનીને જીવ મિથ્યાત્વ આદિ અજ્ઞાનમય ભાવોને ઉત્પન્ન કરે છે અને તે એને ચારગતિમાં પરિભ્રમણનું કારણ થાય છે...
અહાહા..! જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્મા છે. તેના જ્ઞાનની સ્વચ્છતામાં જણાવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com