________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ
૩૯૩ એ જુદી વાત છે અને એને હિતનું કારણ જાણી કર્તવ્ય માને એ જુદી વાત છે. પ્રથમ અવસ્થામાં કે સાધકની દશામાં પુણ્યભાવનો ક્ષય સર્વથા ભલે ન થાય, પણ એ ભાવ ક્ષય કરવાલાયક છે એવી દષ્ટિ તો ચોથે ગુણસ્થાનેથી જ એને હોય છે. એનો ક્ષય નો શુદ્ધોપયોગ પૂર્ણ થાય ત્યારે થાય છે, પણ એ ક્ષય કરવાલાયક છે એવું શ્રદ્ધાન તો સમકિતી ધર્માક્ષને પહેલેથી જ નિરંતર હોય છે.
અજ્ઞાનીને એકાંતે કર્મધારા હોય છે, ભગવાન કેવળીને એકલી જ્ઞાનધારા છે; જ્યારે સાધકને બેઉ ધારા સાથે હોય છે. નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જ્ઞાનધારા અને શુભાશુભભાવના પરિણામરૂપ કર્મધારા-એમ એ બન્ને જ્ઞાનીને સાથે હોય છે. પણ ત્યાં કર્મધારા છે તે બંધનું જ કારણ છે અને જ્ઞાનધારા જ એક અબંધનું કારણ છે. તેથી તો કહ્યું કે-ક્રિયારૂપ ચારિત્ર વિષય-કષાયની માફક નિષેધ છે. ચારિત્રભાવમાં અંશે અશુદ્ધતા ભલે હો, પણ દષ્ટિમાં-શ્રદ્ધાનમાં તો તેનો નિષેધ જ છે. દષ્ટિમાં શુભભાવને આદરવા લાયક માને તો એ તો મિથ્યાષ્ટિ જ છે.
અરે! એને કયા પંથે જવું એની ખબર નથી! પુણ્ય ભલું એમ માની તે અનંતકાળથી પુણ્યના પંથે પડયો છે. પણ બાપુ! એ તો સંસારનો-દુ:ખનો પંથ છે. ભાઈ ! ધર્મીને અશુભથી બચવા શુભના-પુણ્યના ભાવ આવે છે પણ તેને ધર્મી પુરુષ કાંઈ ભલા કે આદરણીય માનતા નથી, પણ અનર્થનું મૂળ જાણી હેયરૂપ જ માને છે. પંચાસ્તિકાયમાં પુણ્યભાવને પણ અનર્થનું જ કારણ કહ્યું છે.
શાસ્ત્રમાં એવાં કથન આવે કે પહેલું પાપ ટળીને પછી પુણ્ય ટળે. પણ એ તો ચારિત્રની અપેક્ષાએ એના ક્રમની વાત કરી છે પરંતુ દષ્ટિમાં તો પુણ્ય-પાપના ભાવ એકસમાનપણે જ હોય છે કેમકે બંનેય બંધનનાં જ કારણ છે.
-પુણ્ય-પાપના ભાવ અને વિભાવભાવ છે, ચંડાલણીના પુત્ર છે. –તે બંને આસ્રવ અને બંધ તત્ત્વ છે
–તે બંને ભાવ જડ પુદગલમય છે અને એનું ફળ પણ પુદ્ગલ છે. માટે બંને હેય છે, આદરણીય નથી-એવું શ્રદ્ધાન જ વાસ્તવિક શ્રદ્ધાન છે.
(૯-૩૦) (૧૦૯૧) હવે અત્યારે તો કેટલાક કહે છે-અત્યારે મોક્ષ તો છે નહિ, તો મોક્ષનાં કારણ સેવવાં એના કરતાં પુણ્ય ઉપજાવીએ તો પુણ્ય કરતાં કરતાં વળી ધર્મ-પ્રાપ્તિ થઈ જાય. એમ કે પુણ્ય ઉપજાવીને સ્વર્ગમાં જવાય અને પછી ત્યાંથી સાક્ષાત્ ભગવાનની પાસે જવાય ઇત્યાદિ.
અરે ભગવાન! તું શું કહે છે આ! અંદર ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે તેનો અનુભવ કરતાં શુદ્ધોપયોગ થાય છે. જેમ ચિંતામણિ રત્ન જે ચિંતવો તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com