________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૩
(૪-૧૨ )
મોક્ષમાર્ગ-રત્નત્રય
(૪૦૧) જ્ઞાન તે આત્મા-એમ સ્વ તરફ ઢળતાં જે સ્વાત્મપ્રતીતિ થઈ તે શ્રદ્ધાન, સ્વાત્મજ્ઞાન થયું તે જ્ઞાન અને સ્વાત્મસ્થિરતા થઈ તે ચારિત્ર. આ શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રની એકરૂપ પરિણતિ તે મોક્ષમાર્ગ છે.
(૪)૨) અહાહા! અંદરમાં આનંદનું ધામ ભગવાન આત્મા છે. એની એક સમયની જ્ઞાનની પર્યાયમાં આખો ધ્રુવ ભગવાન ભાસે, એની એક સમયની શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણાનંદનો નાથ પ્રતીતિમાં આવે-આનું નામ ધર્મ છે. આવા ધર્મસ્વરૂપે જ્ઞાનનું થવું-પરિણમવું તે મોક્ષમાર્ગ છે.
(૪-૨૯) (૪૦૩) અહાહા ! વસ્તુ જ્ઞાન અને આનંદનું ઢીમ છે. રાગથી ભિન્ન પડી તેમાં એકત્વપણે પરિણમેલું જ્ઞાન જ્ઞાન છે અને એમાં રમણતા કરવી તે ક્રિયા છે, અને તે મોક્ષમાર્ગ છે.
(૪-૫૦) (૪૦૪). જુઓ આ જિનવરનો-જિનેશ્વરદેવનો માર્ગ! ભાઈ ! એ તારો જ માર્ગ છે. તું જ નિશ્ચયથી જિન અને જિનવર છે. જિન અને જિનવરમાં કાંઈ ફરક નથી. “જિન અને જિનવરમાં કિંચિત્ ફેર ન જાણ” –એમ શાસ્ત્રમાં આવે છે. અહા ! આવું પોતાનું માહાભ્ય અને મોટપ જેને પર્યાયમાં બેઠી તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉત્પત્તિ થાય છે. તે નિર્મળ મોક્ષમાર્ગના પરિણામની ઉત્પત્તિમાં રાગની કિંચિત્ અપેક્ષા નથી એમ અહીં કહ્યું છે. નિયમસારની બીજી ગાથાની ટીકામાં કહ્યું છે કે નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક શ્રદ્ધાન-જ્ઞાનઅનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ છે. અહા ! જુઓ તો ખરા ! ચારેય બાજુથી એક જ વાત સિદ્ધ થાય છે. ભાઈ ! આ સર્વજ્ઞ વીતરાગનો માર્ગ એ બહારની પંડિતાઈની ચીજ નથી. આ તો આત્માનો ચૈતન્ય ભગવાનનો અંતર અનુભવ થઈને પંડિતાઈ પ્રગટે તે માર્ગ છે.
સંસારનો જન્મમરણની પરંપરાનો અંત આવે એવી આ વાત છે. જેમાં સંસાર અને સંસારનો ભાવ નથી એવી ચીજ પ્રભુ આત્માને દૃષ્ટિમાં અને અનુભવમાં લેતાં નિર્મળ રત્નત્રય પ્રગટ થયાં છે એવા ધર્મીની અહીં વાત લીધી છે. કહે છે કે જ્ઞાનીને મોક્ષમાર્ગની પર્યાયમાં, તેની આદિમાં દ્રવ્ય વસ્તુ આત્મા પોતે છે. રાગ જાણતો નથી માટે રાગ તેની આદિ-મધ્ય-અંતમાં પ્રસરીને સમકિત આદિને ઉત્પન્ન કરે છે એમ નથી. અહા ! કેટલું ચોખ્ખચોખું સ્પષ્ટ કર્યું છે!
(૪-૧૪૯).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com