________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય ) .
૨૦૧ ગુણસ્થાનવાળા તિર્યંચો પણ અસંખ્ય છે. કોઈને જાતિસ્મરણ થયું છે તો કોઈને આત્માનું અંદર સ્મરણ થયું છે. અહીં સંતો પાસે સાંભળેલું હોય, અનુભવ ન થયો હોય અને પશુમાં જન્મ થયો હોય ત્યાં પણ ચૈતન્યનો અનુભવ કરી સમ્યગ્દર્શન પામે છે. પૂર્વે જ્ઞાની પાસે જે સાંભળેલું તેનું અંદર લક્ષ જાય છે કે અહો ! હું તો ચૈતન્યજ્યોતિસ્વરૂપ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા છું વિકલ્પના અભાવરૂપ નિર્વિકલ્પ મારું ચૈતન્યરૂપ છે. લોકાલોકથી માંડીને જેટલા વિકલ્પ થાય છે તેને હું અડ્યો નથી. આ પ્રમાણે અંતરમાં લક્ષ કરીને સમ્યગ્દર્શન પામે છે.
તિર્યંચોને સમકિત થયા પછી ખોરાક સાદો ફળફૂલનો હોય છે. તેને માંસનો આહાર ના હોય. હજાર-હજાર યોજનના સરોવરમાં કમળ થાય છે. પરમાત્માની વાણીમાં આવ્યું છે કે તે લાખો વર્ષ રહે છે અને તેમને ફળફૂલ, કમળ વગેરેનો આહાર હોય છે. સમકિતી સિંહ હોય તેને માંસનો આહાર ન હોય, વનસ્પતિ વગેરે નિર્દોષ આહાર હોય છે. (પ-૩૨૧)
(પ૬૩) -નયપક્ષથી રહિત થઈને જે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવે છે તે સમયસાર છે. અહાહા ! એકલું જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન! જાણગસ્વભાવનું દળ પ્રભુ આત્મા છે. તેની સન્મુખ થઈને તેને અનુભવતાં સમસ્ત વિકલ્પનો નાશ થઈ જાય છે અર્થાત ત્યારે કોઈ વિકલ્પ ઉત્પન્ન જ થતાં નથી. આને સમયસાર અર્થાત્ આત્મા કહે છે અને તે એકને જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નામ મળે છે. જુઓ, આ ચોથા ગુણસ્થાનની વાત છે. શ્રાવકપણું અને મુનિપણું તો તેનાથી આગળની કોઈ અદ્દભુત અલૌકિક દશાઓ છે. દેવ-ગુરુ-શાસ્ત્રનું બાહ્ય શ્રદ્ધાન કે નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન એ સમ્યગ્દર્શન નથી.
(૫-૩૫૦) (પ૬૪) સમ્યગ્દર્શન એટલે ધર્મનું પ્રથમ સોપાન; તેની અહીં વાત ચાલે છે. જ્ઞાનની દશા પર તરફના ઝુકાવથી ખસીને જ્યાં સ્વસમ્મુખ થઈ ત્યાં નિજરસથી જ ભગવાન આત્મા પર્યાયમાં પ્રસિદ્ધ થાય છે, અનુભવાય છે. ત્યાં જે અનુભવમાં આવ્યો તે આત્મા કેવો છે? તો કહે છેઆદિ-મધ્ય-અંતરહિત, અનાકુળ આનંદનું ધામ, કેવળ એક, જાણે આખાય વિશ્વના ઉપર તરતો હોય તેવો વિશ્વથી ભિન્ન અખંડ પ્રતિભાસમય વસ્તુ આત્મા છે. પર્યાયમાં વસ્તુ પરિપૂર્ણ, અખંડ પ્રતિભાસમય પ્રતિભાસે છે. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, પણ પરિપૂર્ણ અખંડ દ્રવ્યનો પર્યાયમાં પ્રતિભાસ થાય છે. આખી વસ્તુના પૂર્ણ સામર્થ્યનું પર્યાયમાં જ્ઞાન થાય છે. વિકલ્પથી છૂટીને અંતરમાં જાય છે તેને વર્તમાન જ્ઞાનની દશામાં ત્રિકાળી એકરૂપ અખંડનો પ્રતિભાસ થાય છે.
(૫-૩૫૮).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com