________________
૩૬૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ વૈભવ
( ૧૦૦૭)
ભાઈ ! ત્રિકાળી દ્રવ્યસ્વભાવ સદા મુક્તસ્વરૂપ જ છે. ગજબ વાત છે ભાઈ! કહે છેશક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે. અહા ! ભગવાન આત્મા તો શક્તિએ-સ્વભાવથી ત્રિકાળ મોક્ષસ્વરૂપ પ્રથમથી જ વિધમાન છે. જોયું? એનો મોક્ષ કરવો છે એમ નહિ, ત્રિકાળ મોક્ષસ્વરૂપ જ છે, પ્રથમથી જ મોક્ષસ્વરૂપ છે. (૯-૧૫૫ )
( ૧૦૦૮ )
અહા ! શ્રી જયસેનાચાર્યદેવ વીતરાગી સંત મુનિવર કહે છે-મોક્ષના બે પ્રકારઃ એક શક્તિરૂપ મોક્ષ, બીજો વ્યક્તિરૂપ મોક્ષ. ત્યાં પર્યાયમાં પરિણમન થઈને આત્માનો પૂર્ણ લાભ વ્યક્તરૂપે પ્રાસ થવો તે વ્યક્તિરૂપ મોક્ષ છે. અને વસ્તુ જે શુદ્ધપારિણામિકસ્વભાવે છે તે શક્તિરૂપ મોક્ષ ત્રિકાળ છે. ત્રિકાળ ૫૨મસ્વભાવભાવરૂપ જે શુદ્ધ શક્તિરૂપ મોક્ષ છે તેમાં મોક્ષ કરવો છે એમ નથી. એ તો પ્રથમથી જ મોક્ષસ્વરૂપ છે. અને તેનો આશ્રય કરીને પર્યાય જે પરિપૂર્ણસ્વભાવે પ્રગટ થાય તે વ્યક્તિરૂપ મોક્ષ છે. (૯-૧૫૬ )
( ૧૦૦૯ )
આત્માનો ત્રિકાળી ધ્રુવસ્વભાવ અને એના આશ્રયે પ્રગટ થતો મોક્ષમાર્ગ સમજાવીને અહો! આચાર્ય ભગવાને અંતરનો ખજાનો ખોલી દીધો છે. હે ભાઈ! તારો ચૈતન્યખજાનો અંદર મોક્ષસ્વભાવથી ભરપૂર છે. એમાં અંદર ઊતરીને એમાંથી જોઈએ એટલું કાઢઃ સમ્યગ્દર્શન કાઢ, સમ્યગ્નાન કાઢ, સમ્યક્ચારિત્ર કાઢ, કેવળજ્ઞાન કાઢ અને મોક્ષ કાઢ. અહા ! સદાકાળ એમાંથી પૂર્ણ જ્ઞાન પૂર્ણ આનંદ લીધા જ કર; તારો ખજાનો ખૂટે એમ નથી. અહા ! તારું આત્મદ્રવ્ય અવિનાશી અનંતગુણસ્વભાવથી ભરેલું સદા મોક્ષસ્વરૂપ જ છે. ‘તું છો મોક્ષસ્વરૂપ ’ અહા ! આવા નિજ સ્વભાવનું જ્ઞાન-શ્રદ્ધાન થયું તેને મોક્ષ પ્રગટતાં શી વાર! જેણે અંત૨માં શક્તિરૂપ મોક્ષ ભાળ્યો તેને મોક્ષના ભણકાર આવી ગયા ને તેને અલ્પકાળમાં જ વ્યક્તિરૂપ મોક્ષ થાય છે.
વસ્તુ-ધ્રુવ આત્મદ્રવ્ય શક્તિરૂપ મોક્ષ ત્રિકાળ છે, અને એના આશ્રયે વ્યક્તિરૂપ મોક્ષ નવો પ્રગટે છે. પર્યાયમાં મિથ્યાત્વ હો કે સમ્યક્ત્વ હો, બંધન હો કે મોક્ષ હો; દ્રવ્યસ્વભાવ તો ત્રિકાળ મોક્ષસ્વરૂપ જ છે, તેમાં બંધન નથી, આવતરણ નથી, અશુદ્ધતા નથી કે અલ્પતા નથી. અહાહા...! વસ્તુ તો સદા પરિપૂર્ણ જ્ઞાનથન-આનંદઘન પ્રભુ મોક્ષસ્વરૂપ જ છે. અહા ! આવા નિજ૨સ્વભાવનું અંતર્મુખ થઈને ભાન કરનારને પર્યાયમાં બંધન ટળીને પૂરણ શુદ્ધ મોક્ષદશા થવા માંડે છે. અહો ! આવો અલૌકિક મોક્ષનો માર્ગ છે અને એનું નામ ધર્મ છે.
(૯-૧૫૭)
( ૧૦૧૦)
અહાહા...! ભગવાન આત્મા સહજાનંદ-નિત્યાનંદ ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. હવે તે છે, છે ને છે; તેની આદિ શું? મધ્ય શું? અંત શું? અહાહા...! આવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com