________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૬
અધ્યાત્મ વૈભવ છે; ને તે ક્ષણિક તથા વ્યભિચારી ભાવો છે. આનંદના નાથ પ્રભુ આત્માની-અનાકુળ આનંદમય ભગવાનની-સેવા છોડીને ને પુણ્ય-પાપનું સેવન છે તે વ્યભિચાર છે. અહા ! શુભાશુભ ભાવ છે તે વ્યભિચારી ભાવ છે. જેમ વ્યભિચારમાં સ્ત્રી અને પુરુષ બે હોય છે તેમ આત્માને કર્મના નિમિત્તે થયેલા આ ભાવ છે માટે વ્યભિચારી ભાવ છે. અને તે બધાય અસ્થાયી હોવાને લીધે...' છે અંદર ? અહા ! તે પુણ્ય-પાપના ભાવ બધા અસ્થાયી છે. પાંચ બોલ કહ્યા. શું? કે પુણ-પાપના ભાવ-શુભાશુભ ભાવ.
૧. અતસ્વભાવે છે, આત્મસ્વભાવરૂપ નથી; ૨. અનિયત છે, નિયત રહેતા નથી; ૩. અનેક છે, અસંખ્ય પ્રકારના છે; ૪. ક્ષણિક છે, ૫. વ્યભિચારી છે અને તેથી તે બધાય અસ્થાયી છે.
(૭-૧૪૭) (૧૮૭૦). અહીં ભગવાન કહે છે ભગવાન! તારે પુણ્યનું શું કામ છે! (એક જ્ઞાયકની દૃષ્ટિમાં) તારે જ્યાં પર્યાયનું પ્રયોજન નથી ત્યા વળી તારે પુણ્યનું શું કામ છે? ગંભીર વાત છે ભાઈ ! એ તો પહેલાં આવી ગયું કે-જ્ઞાની પુણ્યને ઇચ્છતો નથી. જ્ઞાનીને દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિનો પુણ્યભાવ આવે ખરો પણ એની એને ઇચ્છા હોતી નથી. પુણ્યભાવનું એને કાંઈ પ્રયોજન નથી; એને તો એક જ્ઞાયકભાવથી જ પ્રયોજન છે. અહા ! જેને વીતરાગસ્વભાવી ભગવાનના ભેટા થયા તે રાગને-રાંકને કેમ ઇચ્છે? ન ઇચ્છે. અહા ! પોતાના સ્વરૂપમાં નિઃશંક પરિણમેલો જ્ઞાની જગતના દરેક પદાર્થની સ્થિતિ જેવી છે તેવી યથાર્થ જાણે છે, પછી તે એમાં મોહ કેમ પામે? ન પામે.
(૭-૫૦૭) (૧૦૭૧) પ્રશ્ન:-- પુણ્ય બંધાય એ તો સારું ને?
ઉત્તર- - એ બંધાય છે એને સારું કેમ કહેવાય? અહાહા...! ભગવાન આત્મા અંદર આનંદનો નાથ પ્રભુ સદા અબદ્ધસ્વરૂપ છે. મુક્તસ્વરૂપ છે. તે પુણ્યથી બંધાય એ સારું કેમ કહેવાય ? એને પર્યાયમાં બંધ થાય એ સારું કેમ હોય? અરે ભાઈ! પાપ જ લોઢાની બેડી છે તો પુણ્ય સોનાની બેડી છે; પણ તે છે તો બેડી જ. લોઢાની બેડી કરતાંય સોનાની બેડીનું વજન બહુ અધિક હોય. એનો પછી ભાર લાગતાં હાડકાં ઘસાઈને બહુ દુઃખી થાય તેમ પુણ્યની રુચિના ભારથી તું દુઃખી થઈશ. ભાઈ ! દુનિયા તો આખી ગાંડી–પાગલ છે. એ તો પુણ્યને સારું કર્યું અને પુણ્યવંતને સારાં સર્ટીફિકેટ પણ આપે. પણ બાપુ! એ પાગલનાં સર્ટીફિકેટ શું કામનાં? ભગવાન! તું પુણ્યની રુચિમાં જ આજ લગી મરી ગયો છો..
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com