________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ
૩૮૭
અહા ! આ મારગડા જુદા ભાઈ ! આ તો વીતરાગનો મારગ નાથ ! આવું મનુષ્યપણું તને અનંતવાર આવ્યું ભાઈ ! પણ પુણ્યના રસમાં પાગલ તને અંદર ભગવાન છે એનું ભાન ન થયું. અહીં...! પોતાના ભાન વિના ક્યાંક કાગડા-કૂતરા ને કીડાના ભાવમાં દુઃખમાં સબડતો રઝળ્યો. હવે (આ ભવમાં) પણ જો અંત:તત્ત્વની વાસ્તવિક દષ્ટિ ના કરી, જેવું સ્વરૂપ છે તેવું પ્રતીતિમાં ને અનુભવમાં ન લીધું તો તારાં જન્મ-મરણનો આરો નહિ આવે; ચોરાસીના અવતારમાં ક્યાંય રઝળીને મરી જઈશ.
(૮-૧૧૦). (૧૦૭૨) કોઈ લોકો વળી કહે છે-શુભભાવમાં અશુભભાવની જેટલી નિવૃત્તિ છે તેટલો ધર્મ છે અને શુભનો ભાવ જેટલો છે તે પુણ્ય-બંધનું કારણ છે. આ શું કહે છે સમજાણું? એમ કે ભલે મિથ્યાત્વ હોય, પણ શુભભાવમાં જેટલી અશુભથી નિવૃત્તિ છે તેટલી સંવરનિર્જરા છે અને જે રાગ બાકી છે તે આસ્રવ છે. એક શુભભાવથી બેય થાય છે–પુણ્યબંધેય થાય છે ને સંવર-નિર્જરા થાય છે.
અરે ભાઈ ! આ તો મહા વિપરીત વાત છે. અહીં આ ચોકખું તો છે કે- અહિંસાદિ મહાવ્રતમાં પર તરફના એકત્વબુદ્ધિના પરિણામ જે છે તે મિથ્યાત્વ છે; તે બધોય અધ્યવસાય પુણ્યબંધનું એકમાત્ર કારણ છે, જરીયે ધર્મનું (-સંવર-નિર્જરાનું) કારણ નથી. અર્થાત મિથ્યાત્વસહિતનો જે શુભભાવ છે તે એકલા પુણ્યબંધનું કારણ છે, અને જરીય ધર્મનું (સંવર-નિર્જરાનું) કારણ નથી.
(૮-૧૧૯) (૧૦૦૩). લ્યો, હવે આવું છે છતાં કોઈ વળી કહે છે-શુભભાવથી-વ્યવહારથી લાભ થાય, ધર્મ થાય.
અરે ભાઈ ! જેનાથી લાભ થાય એનો નિષેધ શું કામ કરે ? શુભભાવ સઘળોય પરાશ્રિત હોવાથી બંધનું જ કારણ છે માટે તે નિષિદ્ધ છે.
તો શું ધર્મી પુરુષને શુભભાવ હોય જ નહિ?
હોય છે ને? હોય છે એનો નિષેધ કર્યો છે ને? ન હોય એનો શું નિષેધ? અહા ! આત્મજ્ઞાની ધ્યાની પ્રચુર આનંદમાં ઝૂલનારા સાચા ભાવલિંગી મુનિરાજને પણ પાંચ મહાવ્રતાદિના વિકલ્પ આવે છે, પણ તેમાં મુનિરાજને હેયબુદ્ધિ હોય છે; અને તે બંધનું કારણ જાણે છે અને શુદ્ધ નિશ્ચયના ઉગ્ર આશ્રય વડે તેનો તે નિષેધ કરી દે છે. સમજાણું કાંઈ...? સમકિતીને પણ જે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય છે તે પરાશ્રિત હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે.
(૮-૨૨૪) (૧૦૭૪) અહા ! આવા મનુષ્યપણામાં ભગવાન ત્રિલોકીનાથ જે કહે છે તે ખ્યાલમાં લઈને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com