________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ
૩૮૯
જગત છે તે પરદ્રવ્ય છે. ત્યાં સ્વનો આશ્રય છોડીને આત્મા જેટલો પર નિમિત્તના આશ્રયમાં જાય છે તેટલો તેને દોષ-વિકાર થાય છે; ચાહે પુણ્ય હો કે પાપ-બેય વિકારની સંતતિ છે, આત્માની સંતતિ નહિ.
(૮-૩૬૦) (૧૦૭૮). ભાઈ ! પર તરફના લક્ષવાળા ભાવો-ચાહે હિંસાદિ પાપના હો કે અહિંસાદિ પુણ્યના હો-તે સર્વ ભાવો અપરાધ છે. પુણ્યના ભાવો પણ અપરાધ જ છે. તે ભાવો બંધ સાધક છે. તે ભાવોનું સેવન કરે તે બંધનું જ સેવન કરે છે અને તેને સંસારની જ સિદ્ધિ થાય છે. ભાઈ ! રાગનું સેવન તે સંસારની જ સિદ્ધિ છે. અહા ! આવું યથાર્થ જાણીને જે સમસ્ત પરભાવોથી વિમુખ થઈ આત્મસન્મુખ થાય છે, ભગવાન આત્માના નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન ને અંતર-રમણતારૂપ ચારિત્ર કરે છે તેને આત્માની સિદ્ધિ પ્રાપ્તિ થાય છે. આવી વાત છે.
(૮-૪૮૨) (૧૯૭૯) અહા ! આત્મા તો શુદ્ધ ચૈતન્ય પ્રભુ આત્મા છે, પરંતુ જે આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યની સન્મુખતાનો અનાદર કરનાર એવા પુણ્ય-પાપ આદિ રાગભાવમાં વર્તે છે તે સાપરાધ છે, ગુન્હેગાર છે. પ્રત્યેક આત્મા અંદરમાં તો અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન સ્વરૂપે અંદર સદા વિરાજી રહ્યો છે, પણ અજ્ઞાનીને તે કેમ બેસે? પોતાના શુદ્ધ અસ્તિત્વની જેને ખબર નથી એવો અજ્ઞાની તો પુણ્ય આદિ વ્યવહારભાવોમાં મશગુલ-એકરૂપ થઈને વર્તે છે. અહીં કહે છે-એવો જીવ સાપરાધ છે, ગુન્હેગાર છે.
(૮-૪૮૪) (૧૦૮૦). અરે! આ જિંદગી એમ ને એમ ચાલી જાય છે હોં. અરેરે ! રાગની દષ્ટિમાં વર્તવાવાળો જીવ ક્યાં જશે? ભાઈ ! આ જડ દેહ તો બળી ને ખાખ થઈ જશે. એની તો ખાખ જ થાય ને? પણ જીવ ક્યાં જશે? અહા ! જેણે રાગને ને પુણ્ય ભાવને પોતાના માન્યા છે તે રાગના-દુઃખના વેદનમાં જ જશે. તે ચારગતિમાં દુઃખના વેદનમાં જશે. એને જે, હું એક ઉપયોગમય શુદ્ધ આત્મા જ છું એવી શુદ્ધ આત્માની દષ્ટિપૂર્વક આરાધક થયો છે તે ક્યાં જશે ત્યાં આત્મામાં જ રહેશે. અરે! અનાદિથી એણે રાગની સેવા કરી, પણ શુદ્ધ આત્મતત્ત્વનું સેવન ન કર્યું. અહા ! તે મહીં અપરાધ છે.
(૮-૪૮૮) (૧૦૮૧) ખરેખર તો પુણ્ય-પાપરહિત નિજ શુદ્ધ ચૈતન્યરૂપ આત્માની એકની જ સેવના તે ધર્મ છે, સાધન છે, મોક્ષનો ઉપાય છે. હવે એની સાથે ધર્મીને જે પ્રતિક્રમણ આદિનો શુભરાગ આવે છે તેને વ્યવહારથી અમૃતકુંભ કહેવામાં આવેલ છે. શું કીધું?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com