________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૮
અધ્યાત્મ વૈભવ
પ્રભુ આત્માનો અંદરમાં આશ્રય ન કર્યો તો એ ક્યાં જશે. અહા ! એનું શું થશે? અનંતકાળ તો એને રહેવું છે; કેમકે એ અવિનાશી છે, એનો કાંઈ થોડો નાશ થવાનો છે? અહા ! એ અનંત-અનંત ભવિષ્યમાં ક્યાં રહેશે? અરે! જેને રાગની-પુણ્યની રુચિ છે તે મિથ્યાત્વમાં રહેશે ને ચારગતિમાં નિગોદાદિમાં રઝળશે ! શું થાય? પુણ્યની રુચિનું ફળ આવું જ છે. જ્યારે અંદર સત્-સ્વરૂપની રુચિ જાગ્રત કરશે તે અનંત ભવિષ્યમાં આત્મામાં જ રહેશે, સ્વ-આધીન સુખમાં જ રહેશે. આવી વાત છે!
(૮-૨૫૪) (૧૦૭૫ ) અહાહા...! શુભભાવ છે તે નિશ્ચયથી અશુદ્ધભાવ છે અને તે ભોગનું નિમિત્ત જે પુણ્યકર્મ તેનું નિમિત્ત છે. અભવ્ય જીવ ભોગનું નિમિત્ત જે પુણ્યકર્મ તેનું કારણ જે શુભભાવ તેને ધર્મ માની તેનું શ્રદ્ધાન કરે છે પણ સત્યાર્થ ધર્મને શ્રદ્ધતો નથી. અહાહા..! પુણ્ય-પાપથી ભિન્ન ચિદાનંદઘન પ્રભુ આત્માના જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતા તે જ્ઞાનમાત્ર શુદ્ધ પરિણામ સત્યાર્થ ધર્મ છે. અભવ્ય જીવ તેને શ્રદ્ધતો નથી.
(૮-૨પ૬). (૧૦૭૬ ) વિકારના દુ:ખના ભાવો-ચાહે પુણ્ય હો કે પાપ હો–એ બહુભાવોની સંતતિનો પ્રવાહ જે ચાલી રહ્યો છે તેનું મૂળ કારણ પરદ્રવ્ય એટલે પરદ્રવ્યનું સ્વામીપણું છે. પરદ્રવ્યના નિમિત્તે પોતામાં જે વિકાર થાય તેનો એ સ્વામી થાય એ એની સંતતિનું મૂળ છે.
અહાહા...! આત્મા શુદ્ધ એક ચૈતન્યમૂર્તિ પ્રભુ જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો ભંડાર છે; તે સ્વદ્રવ્ય છે. બાકી બધું લોકાલોક પરદ્રવ્ય છે. અહીં કહે છે–પોતાના સ્વદ્રવ્યને છોડીને લોકાલોકની ચીજો જે નિમિત્ત છે એનો આશ્રય-લક્ષ કરે ત્યાં વિકાર જ થાય છે. અહા ! દેવગુરુ-શાસ્ત્ર અને સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા હોય તોય તેના આશ્રયે-લક્ષે વિકાર જ થાય. અહાહા ચૈતન્યમૂર્તિ આનંદસ્વરૂપ પ્રભુ સ્વદ્રવ્યના આશ્રયે નિર્મળ નિર્વિકાર કલ્યાણ સ્વરૂપ ધર્મના પરિણામ થાય છે અને એને છોડીને પરદ્રવ્યનો આશ્રય કરી પરિણમે ત્યાં અકલ્યાણરૂપ વિકારની-દોષની સંતતિનો પ્રવાહ ઊભો થાય છે. અહા ! પૂરણ જ્ઞાન ને આનંદની સહજાનંદસ્વરૂપ મૂર્તિ પ્રભુ આત્માનું સ્વામીપણું છોડી દઈ જે એ પરદ્રવ્યના ઝુકાવમાં જાય છે એ વિકારની સંતતિ-પરંપરાનું મૂળ છે.
(૮-૩૫૭) (૧૦૭૭) અહા ! જેણે સ્વદ્રવ્યને જાયું એણે બધુંય જાણું. અહીં કહે છે-પરદ્રવ્ય એટલે સ્વદ્રવ્ય સિવાય જે દેવ-ગુરુ-શાસ્ત્ર, સ્ત્રી પુત્ર-પરિવાર, ધન-સંપત્તિ આદિ આખું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com