________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પા૫
૩૮૫
(૧૮૬૬) રાગ તો આગ છે, અશાંતિ છે, દુઃખ છે. રાગને જ્યાં સુધી લાભરૂપ વા કર્તવ્યરૂપ માને ત્યાં સુધી બહારથી ગમે તેવો ત્યાગ દેખાય છતાં તેને સંસાર ઊભો જ રહે છે.
(૬-૩રર) (૧૦૬૭) કેટલાક લોકો કહે છે કે અત્યારે તો શુભ ઉપયોગ જ હોય. તેને કહીએ છીએ કે ભાઈ ! શુભ ઉપયોગ છે તે પુણ્યભાવ છે, ધર્મ નથી. જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે-જે કોઈ આત્માને છોડીને પુણ્ય કરે છે તેને એના ફળરૂપ ભોગની જ અભિલાષા છે. આગળ બંધ અધિકારમાં લીધું છે કે-અભવ્ય જીવ ભોગના નિમિત્તરૂપ ધર્મને જ શ્રદ્ધા છે, કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહિ. અરે ભાઈ ! જેને પુણ્ય વહાલું લાગે છે તેને તેના ફળરૂપ પંચેન્દ્રિયના વિષયોની જ વાંછા છે. પુણ્યનો અભિલાષી ભોગનો જ અભિલાષી છે.
પ્રશ્ન:-- જ્ઞાનીને પણ પુણ્યભાવ આવે છે?
ઉત્તર- - હા, જ્ઞાનીને પણ પુણ્યભાવ આવે છે, પણ તેની તેને રુચિ કે પ્રેમ નથી. જ્ઞાનીને પુણ્યભાવમાં ધર્મબુદ્ધિ કે સુખબુદ્ધિ નથી; જ્યારે અજ્ઞાની પુણ્યનું ભલું અને ધર્મરૂપ માને છે, તેને પુણ્યમાં સુખબુદ્ધિ હોય છે.
(૬-૪૨૦) (૧૦૬૮) અહાહા...! ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ ઝળહળ જ્યોતિ સ્વરૂપ ચૈતન્યબિંબ છે. આવા ચૈતન્યબિંબનું કિરણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગના વિકલ્પોમાં છે નહિ માટે તે અજ્ઞાનમય છે. સમજાણું કાંઈ...?
અહાહા...! જેમ સૂર્યનાં કિરણ સફેદ ઉજ્જવળ પ્રકાશમય હોય પણ કોલસા જેવાં કાળાં ન હોય તેમ ચૈતન્યસૂર્ય પ્રભુ આત્માનું કિરણ (પર્યાય ) નિર્મળ ચૈતન્યમય હોય પણ આંધળા (અંધારિયા) રાગમય ન હોય. ભાઈ ! રાગ છે તે ચાહે વ્રતનો હો, તપનો હો, ભક્તિનો હો કે દયા-દાનનો હો, તે અંધકારમય-અચેતન-અજ્ઞાનમય છે. તેમાં જાણપણાનો અભાવ છે ને? જેમ સમ્યગ્દર્શન-જ્ઞાનમાં ચૈતન્યજ્યોતિનું કિરણ છે તેમ રાગમાં જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માનું કિરણ નથી તેથી રાગ બધોય અજ્ઞાનમય છે.
(૭–૧૧૦) (૧૮૬૯) વળી કહે છે-તે ભાવો અનિયત અવસ્થાવાળા છે. શું કીધું? કે પુણ્ય-પાપના ભાવ અનિયત અવસ્થા છે, નિયત અવસ્થા નથી. તેની અનિયત એટલે પલટતી અવસ્થા છે. વળી તેઓ અનેક છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવ અનેક
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com