________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ
૩૮૩
બધા પુદ્દગલના જ છે એમ કહેવામાં આવ્યું છે. અહીં પુદ્દગલના કહીને એનાથી ભેદજ્ઞાન કરાવ્યું છે, સર્વ રાગ છોડાવ્યો છે. (૬–૧૩૩)
( ૧૦૬૦ )
શુભભાવરૂપ કર્મને નિષેધવામાં આવે છે એમ ત્રણ બોલથી કહ્યું
૧. કર્મ મોક્ષના કારણનું ઢાંકનારું વા ઘાતનશીલ છે,
૨. કર્મ સ્વયં બંધસ્વરૂપ છે અને
૩. કર્મ મોક્ષના કારણના વિરોધી સ્વભાવવાળું છે.
અહાહા...! ભગવાન આત્મા તો ચૈતન્યસ્વભાવી સદા મુક્તરૂપ જ છે અને એના આશ્રયે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિર્મળ પરિણામ થાય એ પણ અબંધસ્વરૂપ છે. અને તેથી મોક્ષનું કારણ છે. પરંતુ શુભાશુભ કર્મ જે છે તે મોક્ષના કારણના ઘાતનશીલ હોવાથી, સ્વયં બંધસ્વરૂપ હોવાથી અને મોક્ષના કારણના વિરુદ્ધ સ્વભાવવાળું હોવાથી નિષિદ્ધ છે. અહાહા...! વ્રત, તપ આદિના શુભભાવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિર્મળ પરિણામના ઘાતક અને વિરુદ્ધસ્વભાવવાળા હોવાથી નિષિદ્ધ છે. શુભભાવથી મને કલ્યાણ થશે એ માન્યતા મિથ્યાદર્શન, એવું જ એકલા શુભભાવનું જ્ઞાન તે મિથ્યાજ્ઞાન અને શુભભાવમાં જ રમણતા તે મિથ્યાચારિત્ર છે. (૬-૧૪૪ )
( ૧૦૬૧ )
ભાઈ! આ ભગવાનની વાણી તો ભવરોગને મટાડનારું પરમામૃત છે. પણ શુભભાવની જેમને રુચિ છે એ કાયરોને તે સુહાતી નથી. શુભરાગની રુચિવાળાને શાસ્ત્રમાં કાયર-નપુંસક કહ્યા છે. ભલે એ મોટો અબજોપતિ શેઠ હોય, કે મોટો રાજા હોય કે નવમી ત્રૈવેયકનો દેવ હોય, જો તેને પુણ્યભાવની રુચિ-પ્રેમ છે તો તે કાય૨-નપુંસક છે કેમકે એને ધર્મની પ્રજા નથી. જેમ પાવૈયાને પ્રજા ન હોય તેમ આને ધર્મની પ્રજા નથી તેથી તે નપુંસક છે. આવી વાત છે ભાઈ ! (૬–૧૪૫ )
(૧૦૬૨ )
અહા ! આત્મજ્ઞાન વિના-સમ્યગ્દર્શન વિના અનંતવાર મુનિવ્રત ધારણ કર્યાં. પાંચ મહાવ્રત, સમિતિ અને ગુપ્તિ અનંતવા૨ પાળ્યાં. અનંતવાર બાળ બ્રહ્મચારી રહ્યો. પણ એથી શું? આત્મજ્ઞાન વિના લેશ પણ સુખ ન થયું, અર્થાત્ દુ:ખ જ થયું. મતલબ કે એ વ્રત અને તપના પરિણામ એને લેશ પણ સુખ ન આપી શક્યા. નવમી ત્રૈવેયક ગયો પણ આત્મદર્શન વિના એને જરાય આનંદ ન મળ્યો, સુખની પ્રાપ્તિ ન થઈ, પરિભ્રમણ ઊભું રહ્યું, કેમકે આત્માનુભવ વિના બધું જ દુઃખરૂપ છે, ફોગટ સંસાર ખાતે જ છે. આવી વાત છે. બાપુ! સમજાય એટલું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com