________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૧
પુણ્ય-પાપ હાથીને ખાડામાં (બંધનમાં) નાખવા લઈ જવાવાળી હોવાથી કુશીલ છે, ખરાબ છે. તેમ શુભ કે અશુભ બેય પરિણામ કૂટણીની માફક જીવને સંસારરૂપી ખાડામાં નાખી બંધન કરાવવાવાળા હોવાથી કુશીલ-ખરાબ છે. એકમાત્ર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ચિદાનંદમય ભગવાન આત્માનો અનુભવ માત્રમાર્ગ હોવાથી સુશીલ છે, સારો છે.
(૬-૪૭) ' (૧૯૫૫) સગુરુ કહે છે કે ભાઈ ! એ શુભરાગરૂપ જે કષાય છે તે અગ્નિ છે, આગ છે. તે તારા જીવને (પર્યાયમાં) બળતરા કરનારી છે. દુઃખદાયક છે. એમાં ખુશી થવા જેવું નથી ભાઈ ! માટે શુભરાગનો સ્નેહ તું છોડી દે. ભગવાન ! આ તારા હિતની વાત છે હોં પ્રભુ! તને તારી પ્રભુતાની ખબર નથી! અંદર તું પરમેશ્વર સ્વરૂપે બિરાજે છે ને નાથ! આ રાગની પામરતા તે તારું પદ નથી. એ રાગની રુચિની આડમાં તને તારું નિજપદ-પરમેશ્વરપદ જણાતું નથી માટે તું રાગનાં રુચિ અને સંસર્ગ છોડી દે. અહાહા...! સ્વાધીનતા શુદ્ધ અબંધસ્વરૂપ છે; તેની પર્યાયમાં આ રાગ જે બંધનું કારણ છે તે પરાધીનતા છે. ભગવાન! તારું સ્વાધીન અબંધ પરમેશ્વરપદ છે એમાં આ શુભરાગનો પ્રેમ તારી સ્વાધીનતાનો નાશ કરે છે, તને બંધનમાં નાખી પરાધીન કરે છે. અહાહા...! જુઓ આ સંતોની વાણી !–
(૬-પર) (૧૦૫૬) અરે! શિવપુરીનો રાજા શિવભૂપ ભગવાન આત્મા રાગમાં રોકાઈ ગયો છે! અહા ! જ્ઞાન, દર્શન, આનંદ, શાન્તિ ઇત્યાદિ અનંત ભંડાર ગુણનિધિ પ્રભુ પોતાની નિધિને ભૂલીને રાગમાં રતિ કરે છે! તે રાગને પોતાનો માને છે, ધર્મરૂપ માને છે. પરંતુ ભાઈ ! રાગ શુભ હો કે અશુભ, બન્ને પર છે, પુલભાવ છે, ચૈતન્યસ્વભાવ નથી; અને પરને પોતાનું માને એ તો ચોર છે. બનારસીદાસે કહ્યું છે કે
સત્તાકી સમાધિમેં વિરાજી રહ સોઈ સાહૂ
સત્તાતેં નિકસિ ઓર ગહે સોઈ ચોર હૈ.” રાગને-પરને પોતાનો માનવારૂપ ચોરીના અપરાધની સજા ચારગતિનો જેલવાસ છે ભાઈ !
(૬-૭૧) (૧૮૫૭). શુભભાવ છે એ લઘુ કર્મ છે અને અશુભ છે એ ગુરુભારે કર્મ છે. ત્યાં અશુભ જે ભારે છે એને તો છોડયું છે પણ જે લઘુ-હળવો સ્થૂળ શુભભાવ છે એને રાખ્યો છે, સંચિત કર્યો છે. પણ બેય કર્મ છે, બેય વિકાર છે, બેય દોષ-અપરાધ છે. પરંતુ શુભભાવરૂપ કર્મમાં હળવાપણું અનુભવીને તેમાં સંતુષ્ટ ચિત્તવાળા થાય છે. મતલબ કે શુભભાવની હુળવાશમાં મીઠાશ અનુભવીને અતી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com