________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
३८०
પુદ્દગલમય છે તેથી તે અશુભ છે.
હવે કહે છે–તેથી તેઓ (-શુભાશુભ કર્મ) અનેક (−બે) હોવા છતાં કર્મ તો કેવળ બંધમાર્ગને જ આશ્રિત છે. ભાઈ! જે તું એમ કહે છે કે શુભકર્મ મોક્ષમાર્ગને આશ્રિત થાય છે પણ એમ છે નહિ. (એ તો તારી મિથ્યા કલ્પના છે). શુભકર્મ પણ બંધમાર્ગને આશ્રિત હોવાથી શુભભાવ કરતાં કરતાં નિશ્ચય સમ્યગ્દર્શન થાય એ વાત ક્યાં રહે છે? (એ માન્યતા યથાર્થ નથી.) (૬-૨૧)
અધ્યાત્મ વૈભવ
(૧૦૫૨ )
શાતા હોય કે અશાતા હોય, બેય પુદ્ગલ જ છે એમ કહે છે. બેય કર્મ પુદ્દગલસ્વભાવમય જ છે કેમકે બન્ને પુદ્દગલ પરમાણુની પર્યાય છે. ભાઈ! કર્મની ૧૪૮ પ્રકૃતિ સઘળીને ઝેરનાં ઝાડ કહ્યાં છે કેમકે એનાં ફળ ઝેર છે. એક ભગવાન આત્મા જ અમૃતસ્વરૂપ છે. પુણ્યબંધરૂપ જે પુદ્દગલરજકણો છે તે ઝેરરૂપ છે. શુભભાવ ઝેર-સ્વરૂપ તો એનાથી જે બંધન થાય એ પણ ઝેરસ્વરૂપ છે. ગજબ વાત છે ભાઈ!
(૬-૨૮)
(૧૦૫૩)
શુભ અને અશુભભાવ બન્નેય કુશીલ છે; એ જીવનો સ્વભાવ કે જીવના સ્વભાવમય શુદ્ધ પરિણિત નથી. ભાઈ! જીવ તો શુભાશુભભાવરહિત ચિદાનંદઘનસ્વરૂપ વસ્તુ ત્રિકાળ છે. તેના આનંદના રસના સ્વાદમાં શુભાશુભભાવ છે નહિ. અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંસ્વરૂપ પ્રભુ અતીન્દ્રિય આનંદરસનો સમુદ્ર છે. એના અનુભવમાં એકલો આનંદનો સ્વાદ હોય છે, એના અનુભવમાં-સેવનમાં કુશીલ એવા શુભાશુભભાવનો સ્વાદ હોતો નથી. ભાઈ ! આવા આત્માના આનંદરસના-શાંતરસના અનુભવ-સેવન સિવાય અન્ય કોઈ મોક્ષમાર્ગ છે નહિ. જુઓ શુભાશુભ ભાવ કુશીલ છે, અને નિજ ચૈતન્યસ્વભાવનાં દષ્ટિજ્ઞાન-રમણતા સુશીલ છે. અહાહા...! નિજ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માની શ્રદ્ધાનજ્ઞાન-રમણતારૂપ નિર્મળ શાંત વીતરાગી પરિણતિને છોડીને જે દયા, દાન, વ્રત, ભક્તિ, પંચપરમેષ્ઠીનું સ્મરણ ઇત્યાદિ જે શુભભાવરૂપ વિભાવરૂપ પરિણતિ છે તે, કુશીલ છે. આકરી વાત છે ભાઈ ! પણ આ જ સત્ય છે...
-ભાઈ ! તેં શુભાશુભભાવ સેવીને શુભાશુભ ગતિ વિભાવની ગતિ અનંતવા૨કરી છે, એમાં કાંઈ અપૂર્વ કે નવીન નથી. અહા! શુભભાવ ચાહે તો પંચપરમેષ્ઠીના સ્મરણનો હો કે અનંતગુણ-સંપન્ન નિજ આત્મદ્રવ્યના ગુણસ્તવનનો હો, એ બધોય વિકલ્પ છે, રાગ છે, કુશીલ છે. આવી ગજબ વાત, બાપા! પરમાત્મપ્રકાશમાં આવે છે કે ગુણ સ્તવન કે વસ્તુસ્તવન બન્ને વિકલ્પ છે; સમજાણું કાંઈ... ? (૬-૪૬)
( ૧૦૫૪ )
જેમ હાથણી બહા૨માં મનોરમ હોય કે અમનોરમ, બેય હાથણીરૂપી કૂટણી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com