________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
3७८
અધ્યાત્મ વૈભવ ફળ જે ભોગ સામગ્રી અને અનુકૂળ સંજોગો-તેની મીઠાશ છે અને તેથી પુણ્યબંધના કારણરૂપ પુણ્યભાવ જે શુભરાગ તેની પણ મીઠાશ છે. તેથી આ વાત તેમને કડક લાગે છે. પરંતુ ભાઈ ! તને જે શુભરાગની મીઠાશ છે તે અજ્ઞાનમય ભાવ છે અને તે અજ્ઞાનમય ભાવમાંથી, અજ્ઞાનજાતિને અતિક્રમતા નહિ હોવાથી અજ્ઞાનભાવ જ ઉત્પન્ન થાય છે, જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થતા નથી એમ અહીં કહે છે. ભાઈ ! આ શુભરાગની મીઠાશ તને ક્યાં લઈ જશે? જન્મ-મરણરૂપ સંસારમાં અને અંતે તે નિગોદ લઈ જશે, કેમકે મિથ્યાત્વનું ફળ (અંતે ) નિગોદ છે.
(૫-૨૫૦) (૧૦૪૮). જુઓ, કર્મ તો અનાદિથી એક જ છે. પુણ્ય અને પાપ કર્મપણે એક જ વસ્તુ છે. તોપણ પુણ્ય-પાપના ભેદે બે પ્રકારનું રૂપ (પુણ્યનું રૂપ અને પાપનું રૂપ) લઈને પ્રગટ થાય ત્યારે અજ્ઞાની તેને (કર્મ) બે જુદા જુદા રૂપે માને છે. પુણ્ય ભલું અને પાપ બુરું એમ અજ્ઞાની જાણે છે. પરંતુ જ્ઞાની સમકિતી જેનું જ્ઞાન યથાર્થ પરિણમ્યું છે તે બન્ને કર્મ (પુણ્ય અને પા૫) એક જ છે એમ જાણી લે છે. અહાહા...! ભલા-બુરાના ભેદરહિત સમ્યક જ્ઞાની બન્ને એક જ છે એમ જાણે છે કેમકે બન્નેમાંથી એકમાંય આત્મા નથી. ચાહે પુણ્યભાવ હો કે ચાહે પાપભાવ હો, બન્નેય ભાવ રાગ છે, એકેય વીતરાગ પરિણામ નથી.
પુણ્યના ફળમાં કોઈ પાંચ-પચાસ કરોડની સંપત્તિનો સ્વામી મોટો શેઠ હોય, કે પાપના ફળમાં કોઈ સો વાર માગે તોય માંડ એક કોળિયો મળે એવો દરિદ્રી હોય, બન્નેય સરખા છે, કેમકે બન્નેય ભિખારી છે, બન્નેય માંગણ છે, દુઃખી છે. એક, બીજા પાસે આશા કરતો દુઃખી છે તો બીજો, પુણ્યની આશા ધરતો દુઃખી છે. અર્થાત્ એક અન્ય પાસે માગે છે કે તું મને દે તો બીજો પુણ્યના પરિણામથી મને સુખ થાય એમ માની પુણ્યની આશા કરે છે. (સુખી તો એકેય નથી. જ્યારે જ્ઞાની તો કર્મ અને કર્મના ફળ બન્નેને એક જ જાણે છે. (૬-૬)
(૧૦૪૯ ) અજ્ઞાની જીવ પોતાના ઊંધા પુરુષાર્થની અજ્ઞાનપણાને ઉત્પન્ન કરી પુણ્ય અને પાપ બેમાં ભેદ માને છે. પુણ્ય ઠીક અને પાપ અઠીક એમ તે માને છે પણ એ રીતે બન્નેમાં ભેદ પાડવો યોગ્ય નથી; કેમકે કોઈ જીવ નગ્ન દિગંબર (દ્રવ્યલિંગી) સાધુ થઈને પુણ્યના ફળ તરીકે નવમી રૈવેયક જાય અને ત્યાં પણ મિથ્યાદષ્ટિ રહે છે (અર્થાત્ મિથ્યાદષ્ટિ રહી ચારગતિમાં પરિભ્રમણ કરે છે.) અને કોઈ જીવ પાપના ફળમાં સાતમી નરકે જાય અને ત્યાં સમકિત પામે છે. (અર્થાત્ સમકિત પામીને અલ્પકાળમાં મોક્ષ જાય છે.) આવી ઝીણી વાત, ભાઈ ! પુણ્યની રુચિવાળાને આકરી લાગે પણ શું થાય? વસ્તુસ્વરૂપ જ આવું છે.
(૬-૮)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com