________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૬
અધ્યાત્મ વૈભવ યોગ્ય છે. પર્યાયમાં વાત થાય છે. દ્રવ્યનો ક્યાં ઘાત થાય છે? ભગવાન આત્મા ઝાડ સમાન છે અને પુણ્ય-પાપના ભાવ લાખ સમાન છે. પુણ્ય-પાપના ભાવ આત્માની શાન્તિના ધાતક છે અને આત્માની શાન્તિ ઘાત થવા યોગ્ય છે.
(૪-૭૪ ) (૧૦૪૨) કહે છે કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, પંચમહાવ્રતના પરિણામ અને શાસ્ત્રભણતરનો વિકલ્પ-એ પુણ્યભાવ વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી જીવ જ નથી. લાખ તે પીપળનું ઝાડ નથી અને ઝાડ છે તે લાખ નથી એમ પુણ્ય-પાપના ભાવ તે આત્મા નથી અને આત્મા છે તે પુણ્ય-પાપના ભાવ નથી. અહાહા..! જીવમાંથી જે નીકળી જાય તે જીવ નથી. ભાઈ ! ચાર ગતિના અપાર દુઃખના અંત લાવવાનો આ માર્ગ બરાબર સમજવો જોઈએ.
(૪-૭૬ ) (૧૦૪૩). ભાઈ ! પુણ્યના ભાવની જગતને ખૂબ મીઠાશ છે. એ મીઠાશ જ એને મારી નાખે છે. પુણ્યના ફળમાં આબરૂ મળે, ધન-સંપત્તિ મળે. અજ્ઞાની તેથી રાજી-રાજી થઈ જાય છે. પણ અહીં કહે છે કે પુણ્યભાવની જે તને મીઠાશ છે તે ઘાતક છે. ભાઈ ! તેને તું સાધક માને છે પણ તે સાધક કેવી રીતે હોય?
(૪-૭૮) (૧૦૪૪) પ્રશ્ન:-- પુણ્યાનુબંધી પુણ્ય બંધાયા એવા પરિણામ સુખરૂપ છે કે નહિ?
ઉત્તર- - ગમે તે પુણ્યના પરિણામ હો, વર્તમાનમાં તે દુઃખરૂપ છે અને ભવિષ્યમાં પણ દુઃખના કારણરૂપ છે. પુણ્યાનુબંધી પુણ્ય પણ ભાવિમાં આકુળતા થવામાં નિમિત્ત છે, પરંતુ આત્માની શાંતિ-સમાધિનું નિમિત્ત નથી.
પ્રશ્ન- - પુણ્યના ફળમાં લક્ષ્મી-સંપત્તિ આદિ મળે તો તે ધર્મ કરવામાં સાધન થાય. કેમ એ બરાબર છે ને?
ઉત્તર- - ના, એ બરાબર નથી. કહ્યું ને કે પુણ્યભાવના ફળમાં જે પુદ્ગલકર્મ બંધાય તેના નિમિત્તે ભવિષ્યમાં આબરૂ, સંપત્તિ આદિ સાનુકૂળ સંયોગો મળે અને તે સંયોગોના લક્ષે રાગ જ થાય; દુઃખ જ થાય. તે સંયોગો કાંઈ આત્માની શાન્તિ-સમાધિનાં નિમિત્ત નથી. પરવસ્તુ કાંઈ ધર્મનું સાધન નથી. સંયોગો પ્રત્યેના રાગ મટાડી, તેનાથી નિવૃત્ત થઈ અંદર આત્મામાં–શુદ્ધ ચિદાનંદઘન વસ્તુમાં પ્રવૃત્ત થાય ત્યારે ધર્મ થાય છે. ભાઈ ! વીતરાગનો માર્ગ લોકો માને છે તેનાથી જુદો છે.
(૪-૮૬). (૧૦૪૫) આવી સૂક્ષ્મ વાત પકડાય નહિ એટલે શુભભાવ કરો, શુભભાવથી ધર્મ થશે એમ કેટલાક માને છે. પણ ભાઈ ! એવો આ માર્ગ નથી. શુભભાવ એ આત્માનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com