________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ
૩૭૫
| ઉત્ત૨ - - પર્યાયમાં એ રાગાદિ ભેદ છે અને રાગાદિ થવા એ પર્યાયસ્વભાવ છે માટે એને સ્વભાવ કહ્યો છે. પણ તે ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવ નથી. અરે! એ વિભાવ-સ્વભાવ પરના કારણે ઊભી થયેલી દશા છે. એ જીવને મહાકલંક છે.
(૩–૧૮૧) (૧૦૩૮). ભાઈ ! આત્મા શુદ્ધ ચિદાનંદમય અંખડ એકરૂપ વસ્તુ છે. તેનો જેને પ્રેમ નથી, રુચિ નથી તેને પોતાના આત્મા પ્રતિ ક્રોધ છે. ઢષ અરોચક ભાવ. સ્વભાવની અરુચિ-અણગમો તે અનંતાનુબંધી ક્રોધ છે. પુણ્ય-પાપના ભાવો અને દેવ-શાસ્ત્ર-ગુરુ ઇત્યાદિ પર પદાર્થોની રુચિ અને સ્વસ્વરૂપની અરુચિ તે આત્મા પ્રત્યેનો દ્વષ છે અને તે અનંતાનુબંધી ક્રોધ છે. તેવી રીતે પુણ્ય-પાપ આદિ પર પદાર્થોમાં અહંબુદ્ધિ થવી એ અનંતાનુબંધી માન છે; પુણ્ય-પાપ આદિ પર પદાર્થોના પ્રેમની આડમાં ચૈતન્યસ્વભાવમય નિજ આત્માનો ઇન્કાર કરવો તે અનંતાનુબંધી માયા છે તથા સ્વભાવને ભૂલીને પુણ્ય-પાપ આદિ પર પદાર્થોની અભિલાષાવાંછા કરવી તે અનંતાનુબંધી લોભ છે.
(૧૦૩૯). રાગની ગમે તેવી મંદતાના શુભ પરિણામ હોય પણ તે મેલા છે. અશુચિ છે, ઝેરરૂપ છે. શાસ્ત્રમાં કોઈ જગ્યાએ તેને અમૃતરૂપ કહ્યા હોય પણ તે વાસ્તવિકપણે ઝેર જ છે. અમૃતનો સાગર ભગવાન આત્મા છે. એનો સ્વાદ જેને અંતરમાં આવ્યો હોય એવા ધર્મી જીવને જે રાગની મંદતાના પરિણામ હોય તેને આરોપ કરીને વ્યવહારથી અમૃત કહ્યા છે, તોપણ નિશ્ચયથી તે ઝેર છે; અશુચિ છે અપવિત્ર છે.
(૪-૩૫) (૧૦૪૦). જુઓ! શુભભાવથી સ્વર્ગ મળે અને અશુભભાવથી નરકાદિ મળે. પણ બંને ભાવ છે તો બંધરૂપ જ, દુ:ખરૂપ જ. તેથી પુણ્યભાવ છોડીને પાપમાં પ્રવર્તવું એમ વાત નથી. પરંતુ પુણ્યભાવ કરતાં કરતાં ધર્મ થશે એમ કોઈ માને તો તે યથાર્થ નથી. પુણ્યભાવ પણ દુઃખરૂપ જ છે એમ યથાર્થ સમજવું. દુઃખનું કારણ નથી એવો તો એક ભગવાન આત્મા જ છે. અહાહા...! ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ સદાય ત્રણે કાળ નિરાકુળસ્વભાવ છે. એ કોઈનું કારણ નથ, કોઈનું કાર્ય પણ નથી.
(૪-૪૦) (૧૦૪૧) આસવો ઘાતક છે અને આત્મા વધ્યા છે. આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી આસવો પોતે જીવ નથી. અહાહા..! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ ચૈતન્યનું ઝાડ છે. એની પર્યાયમાં તે હુણાવા યોગ્ય છે, વધ્ય છે. પુણ્ય-પાપના ભાવો એનો પર્યાયમાં વાત કરે છે. અહા ! પુણ્યનો ભાવ ઘાતક છે અને પર્યાય ઘાત થવા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com