________________
૩૭૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ વૈભવ
ભાઈ! એક સમયની પર્યાયમાં રાગ-અશુદ્ધતા જે થઈ છે તે સત્ છે અને તેથી અહેતુક છે એમ પંચાસ્તિકાયમાં સિદ્ધ કર્યું છે.
એ રાગ-અશુદ્ધતા (સ્વભાવના લક્ષે નહિ પણ) પરના લક્ષ થઈ છે એમ બતાવવા તેને સ્વપરહેતુક કહી છે.
અને પછી ત્રિકાળ વસ્તુમાં એ રાગ-અશુદ્ધતા નથી તથા પર્યાયમાં એક સમયના સંબંધે છે તે કાઢી નાખવા જેવી છે તે અપેક્ષાએ તેને કર્મજન્ય ઉપાધિ કહી છે.
અહા ! એકવાર કહે કે અશુદ્ધતા સ્વયં પોતાથી છે, પછી કહે કે તે સ્વપર હેતુથી છે અને વળી કહે કે તે એકલી કર્મજન્ય છે!!! ભાઈ, જે અપેક્ષાએ જ્યાં જે કહ્યું હોય તે અપેક્ષાએ ત્યાં તે સમજવું જોઈએ. ( ૩–૧૪૭)
( ૧૦૩૫ )
પ્રશ્ન:-- રાગ જેટલો થાય છે તે નાશ પામીને અંદર જાય છે ને? પર્યાયનો વ્યય તો થાય છે. તો તે વ્યય થઈને ક્યાં જાય છે? જો અંદર જાય છે, તો વિકાર અંદર ગયો કે નહીં?
ઉત્ત૨:- ભાઈ, અંદર દ્રવ્યસ્વભાવમાં નથી. પર્યાયનો જે વ્યય થયો છે તે પારિણામિકભાવમાં યોગ્યતારૂપ થઈ ગયો છે. વર્તમાનમાં વિકાર જે પ્રગટ છે તે ઉદયભાવરૂપ છે. પરંતુ જ્યારે તેનો વ્યય થાય છે ત્યારે તે પારિણામિકભાવે થઈને અંદર જાય છે. તેવી જ રીતે ક્ષયોપશમભાવની પર્યાય પણ વ્યય પામે છે અને બીજે સમયે બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. પરંતુ પહેલાંનો ભાવ વ્યય પામીને ગયો ક્યાં? શું તે અંદરમાં ક્ષયોપશમભાવે છે? ના, તે પરિણામિકભાવે અંદર વસ્તુમાં છે. ( ૩–૧૪૯ )
( ૧૦૩૬ )
પ્રશ્ન:-- એકલો શુભભાવ જીવની સાથે સંબંધ રાખે છે એમ કહો તો ?
ઉત્ત૨:- - કેટલાક વ્રત-તપ વડે ધર્મ માને છે તથા કેલાક દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિમાં ધર્મ માને છે. શુભભાવમાં ધર્મ માનનારા એ બધા એકસરખી રીતે મિથ્યાદષ્ટિ છે. પ્રવચનસારની ગાથા ૭૭ માં કહ્યું છે કે-શુભાશુભ ભાવો પૈકી શુભભાવ-પુણ્યભાવ ઠીક છે અને અશુભભાવ અઠીક છે એમ જે માને છે તે મિથ્યાત્વથી ઢંકાયેલો ઘોર સંસારમાં રખડે છે. પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ જે માનતો નથી તે- ‘હિંદિ ઘોરમપાર સંસાર મોહસંણ્યો ' –મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં રખડે છે. ભાઈ! દિગમ્બર માર્ગ બહુ સૂક્ષ્મ, બાપા! સંપ્રદાય મળી ગયો માટે દિગમ્બર ધર્મ સમજાઈ જાય એમ નથી. દિગમ્બર ધર્મ એ કોઈ સંપ્રદાય, પંથ કે પક્ષ નથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે. ( ૩–૧૫૮ ) ( ૧૦૩૭ )
પ્રશ્ન:-- રાગાદિને સ્વભાવ કહ્યો છે ને ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com