________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ
૩૦૭
કર્તવ્ય નથી. એ ધર્મ નથી, એનાથી ધર્મ નથી અને એ ધર્મનું કારણ પણ નથી. આ વાત સાંભળીને કેટલાક કહે છે કે આમાં કાંઈક સુધારો કરો. અરે ભાઈ! શું સુધારો કરવો ? શુભભાવ જે કર્મનું પ્રાપ્ય છે, પુદ્દગલના પરિણામ છે તેનાથી જીવના પરિણામને લાભ થાય એમ કેમ બને ? જે પુદ્ગલનું કાર્ય છે એનાથી આત્માને સમ્યગ્દર્શનનું કાર્ય થાય એમ કદીય બની શકે ખરું? એમ કદીય ન બને. કેમકે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના વીતરાગી પરિણામમાં તેના આદિ-મધ્ય-અંતમાં ભગવાન આત્મા અંતર્ધ્યાપક થઈને તેને ગ્રહે છે. એ નિર્મળ પરિણામ જીવનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ છે, પુદ્દગલનું નહિ. નિર્મળ પરિણામની આદિમાં આત્મા છે, તેની આદિમાં શુભભાવ નથી.
શુભભાવ તો પૂર્વે અનંતવાર થયા છે. શુભભાવની શું વાત કરવી ? નવમી ત્રૈવેયક જાય એવા શુભભાવ પણ અનંતવાર થયા છે. છતાં એવો શુભભાવ પણ ધર્મનું કા૨ણ થયો નહિ. ભાઈ ! ધર્મની વીતરાગી પર્યાય થાય એનું કારણ તો પોતે શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે. તેના કારણ તરીકે શુભભાવને માનવો એ તો મોટી હિંસા છે.
(૪-૧૩૯ )
(૧૦૪૬)
અરે ભાઈ ! શુભભાવનો તને કેમ આટલો પ્રેમ છે? શુભભાવ તો અભિવિને પણ થાય છે. નિગોદના જીવને પણ શુભભાવ થતા હોય છે. શુભભાવ એ તો કર્મના સંગે થતો વિકાર છે. લસણની એક બારીક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર હોય છે. અને તે દરેકમાં અનંત નિગોદિયા જીવ હોય છે. તે દરેક જીવને ક્ષણે શુભ ક્ષણે અશુભ એવા ભાવ થયા કરે છે. માટે શુભભાવ એ કોઈ નવી અપૂર્વ ચીજ નથી. નિયમસારમાં (શ્લોક ૧૨૧ માં ) આવે છે કે કથનમાત્ર એવા વ્યવહા૨ત્નત્રયના પરિણામને ભવસાગરમાં ડૂબેલા જીવે અનંતવાર કર્યાં છે. અરે ભાઈ ! ભવના ભાવ ઉ૫૨થી દિષ્ટ ખસેડીને ગુલાંટ ખા. શ્રદ્ધાની પર્યાય શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં અંદર જાય તે અપૂર્વ ચીજ છે. પલટો ખાઈને તું અંતરમાં-વસ્તુમાં ઢળી જા. તેથી તને અલૌકિક અનુભવ સહિત સમ્યગ્દર્શન થશે. આ રાગની મંદતા અને ૫૨લક્ષી જાણપણું એ કોઈ ચીજ નથી. ૫૨માર્થનયના ગ્રહણથી મિથ્યાત્વનો નાશ થાય એ મુદ્દાની ચીજ છે.
(૪-૨૬૧)
(૧૦૪૭)
શુભરાગ મારો છે એમ અજ્ઞાની માને છે. પણ જ્ઞાની તો કહે છે કે પુણ્યભાવ પણ પાપ છે. દયા, દાન, વ્રતાદિના શુભરાગના ભાવ તે પાપ છે. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી ખસી જાય, પતિત થાય ત્યારે એ ભાવ થાય છે માટે તે પાપ તત્ત્વ છે. લોકોને પુણ્યબંધનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com