________________
પુણ્ય-પાપ
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૯
(૧૦૫૦)
અહાહા...! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ એકલો અમૃતનો પિંડ છે. એની દષ્ટિ થયા વિના અર્થાત્ સ્વાનુભૂતિના આનંદને પ્રાપ્ત થયા વિના એરેરે! એ જગતમાં ઝેરનાં ફળ પામીને રખડશે ! ભાઈ! કેવળ શુભરાગમય એવાં વ્રત અને તપ તો તે અનંતવાર કર્યાં. પણ એમાં ક્યાં ચૈતન્યનો-અમૃતનો અંશ હતો? એ તો બધા અચેતન ઝેરરૂપ પરિણામ હતા. બાપુ! તારા ઘરમાં (–સ્વરૂપમાં ) એ ચીજ (-શુભાશુભ પરિણામ ) ક્યાં છે? પ્રભુ! તારું ઘર ( -સ્વરૂપ ) તો એકલા પવિત્ર અમૃતથી ભરેલું છે. જ્યારે આ શુભાશુભ પરિણામ બધા અશુચિ છે, ઝેર છે, અચેતન છે. ભાઈ! તારે જો આત્મા પ્રાપ્ત કરવો હોય અને સુખી જ થવું હોય તો બેય પરિણામને છોડી શુદ્ધાત્માની દષ્ટિ કર. ત્યાં તને અવશ્ય સુખ મળશે. આ રીતે શુભ અને અશુભ પરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી બન્ને એક જ છે; બેમાં કોઈ ફેર નથી. તેઓ એક હોવાથી કર્મના કારણમાં કોઈ ભેદ નથી; કર્મનું કારણ અજ્ઞાન એક જ છે; માટે કર્મ એક જ છે...
જુઓ, જડ કર્મની પ્રકૃતિ ચાહે તો શાતાવેદનીય બંધાય કે અશાતાવેદનીય બંધાય, યશકીર્તિ બંધાય કે અપયશકીર્તિ બંધાય ઇત્યાદિ એ બધાય પુદ્ગલપરિણામ હોવાથી કેવળ પુદ્દગલમય હોવાથી એક છે. તે એક હોવાથી કર્મના સ્વભાવમાં પણ ફેર નથી. પુણ્ય ને પાપ, શાતા ને અશાતા-એ બધાય પુદ્દગલના પરિણામ હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી. માટે કર્મ એક જ છે. ...
શુભનું ફળ અને અશુભનું ફળ કેવળ પુદ્દગલમય છે. શુભના ફળથી આ લક્ષ્મી આદિ કે સ્વર્ગાદિ મળે અને અશુભના ફળમાં નાદિ મળે એ બધુંય પુદ્ગલમય છે. એમાં ( એકેમાંય આત્મા નથી.) પાપના ફળમાં પુદ્દગલ મળે અને પુણ્યના ફળમાંય પુદ્ગલ માટે તે એક હોવાથી કર્મના અનુભવમાં-ફળમાં ભેદ નથી. બેનોય સ્વાદ–વેદન દુઃખરૂપ છે. માટે કર્મ એક જ છે. (૬-૨૦)
(૧૦૫૧ )
જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માનાં સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર-એવો જે નિશ્ચય મોક્ષમાર્ગ તેને અહીં શુભ એટલે સાચો કહ્યો છે. પુણ્ય તે શુભ અને પાપ અશુભ (કર્મ ) એ વાત આમાં નથી. અહીં તો મોક્ષમાર્ગને શુભ કહ્યો અને શુભાશુભભાવરૂપ બંધ માર્ગને અશુભ કહ્યો છે સમજાણું કાંઈ...? શુભાશુભ ભાવરૂપ જે બંધમાર્ગ છે તે કેવળ પુદ્દગલમય છે. અહા ! જે અજ્ઞાનમય છે તે જીવમય કેમ હોય ? ( ન જ હોય ) શુભ-સારો એવો મોક્ષમાર્ગ કેવળ જીવમય છે. શું કહ્યું? શુદ્ધ રત્નત્રયરૂપ જે મોક્ષમાર્ગની વીતરાગી પર્યાય તે કેવળ જીવમય છે અને તેથી તે શુભ છે. અને શુભાશુભકર્મરૂપ જે બંધમાર્ગ તે કેવળ અજ્ઞાનમય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com