________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૨
અતિ આકરો અને ઝીણો છે.
અધ્યાત્મ વૈભવ ( ૩–૨૮ )
(૧૦૨૯ )
આ લસણ અને ડુંગળીમાં જે નિગોદના જીવો છે એમને પણ શુભાશુભભાવો તો હોય છે. ક્ષણમાં શુભ અને ક્ષણમાં ભાવ આવે છે. એમને પણ શુભાશુભ કર્મધારા નિરંતર ચાલ્યા કરે છે. ભાઈ! એ તો બધો કર્મનો વિપાક છે. જડનું ફળ છે, એ કાંઈ ચૈતન્યનું ફળ નથી. ચૈતન્યસ્વરૂપ આત્મા તો પુણ્ય-પાપરૂપ કર્મના વિપાકથી ભિન્ન છે એમ સર્વજ્ઞદેવે કહ્યું છે. યુક્તિથી પણ એમ જ સિદ્ધ થાય છે અને ભેદજ્ઞાનીઓ વડે પણ શુભાશુભ ભાવોથી ભિન્ન જુદો ચૈતન્યસ્વભાવમય આત્મા પ્રત્યક્ષ અનુભવાય છે. (૩–૨૯ )
(૧૦૩૦)
ભગવાન આત્મા ત્રિકાળ અનાકુળ આનંદસ્વભાવી વસ્તુ છે. અનાકુળ સુખ આત્માનો સ્વભાવ છે. એવો જે સુખ નામનો અતીન્દ્રિય અનાકુળ આત્મસ્વભાવ છે તેનાથી પુણ્યપાપના ભાવ વિલક્ષણ છે, વિરુદ્ધ લક્ષણવાળા છે.
એ આકુળતાલક્ષણ અધ્યવસાન આદિ ભાવો, પુણ્ય-પાપના ભાવો દુઃખમાં જ સમાવેશ પામે છે. આત્મા તો જ્ઞાનમય, શ્રદ્ધામય, શાન્તિમય, વીતરાગતામય, અતીન્દ્રિય આનંદમય છે. આત્માનો જે અનાકુળ આનંદમય સ્વભાવ છે તેનાથી વિલક્ષણ પુણ્ય-પાપ દુઃખરૂપ છે. જે ભાવ દુઃખરૂપ છે તે સુખનું સાધન કેમ થાય ?
રાગાદિ ભાવો સઘળા આકુળતાલક્ષણ દુ:ખમાં જ સમાવેશ પામે છે. તેથી ખરેખર તે અજીવ છે. જીવ વસ્તુ તો જ્ઞાનાનંદસ્વભાવી છે અને આ પુણ્ય-પાપ આદિ ભાવો એનાથી વિલક્ષણ એટલે વિપરીત સ્વભાવવાળા દુઃખસ્વરૂપ છે, ઝેરરૂપ છે. આગળ જતાં તેને વિષકુંભ કહ્યો છે. (૩–૪૦)
(૧૦૩૧ )
ચિન્માત્ર વસ્તુનો જે અનાકુળ આનંદ સ્વભાવ તે જેણે સાધ્યો છે તથા તેમાં જ દૃષ્ટિ, જ્ઞાન અને રમણતા થતાં જેને નિરાકુળ આનંદનો પ્રગટ સ્વાદ આવ્યો છે તેવા ધર્મી જીવના મંદરાગના ભાવને (સહચર દેખી ) પરંપરા કારણ કહ્યું છે. તેણે સ્વભાવ તરફનું જોર કરીને શુભના કાળે અશુભભાવ ટાળ્યો છે. ખરેખર તો સ્વભાવના જોરના કારણે અશુભ ટળ્યો છે, પણ તેને બદલે શુભભાવથી અશુભ ટળ્યો એમ આરોપ કરીને કહ્યું છે. મિથ્યાદષ્ટિને સ્વભાવ તરફનું જોર જ નથી. તેથી તેને અશુભ ટળ્યો જ નથી. તેથી તેને શુભભાવ જે થાય છે તે શુભભાવ ઉપ૨ પરંપરા કારણનો આરોપ આપી શકાતો નથી. સૌથી મોટું મિથ્યાત્વનું પાપ છે. તેનો તેણે નાશ કર્યો નથી. તેથી મિથ્યાદષ્ટિના બધાંય ભાવોને અશુભ કહ્યા છે. (૩–૪૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com