________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૦
અધ્યાત્મ વૈભવ મલિન છે, બંધ છે, સંસાર છે. અહાહા...! આકરી વાત! બાપા! વીતરાગનો માર્ગ વીતરાગભાવથી ઉત્પન્ન થાય છે, રાગથી ઉત્પન્ન થતો નથી. (૨-૧૫ )
(૧૦૨૩)
જૈનપત્રોમાં (સામયિકોમાં) બધું ઘણું આવે છે કે-આ વ્યવહાર, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાના જે ભાવ છે એને પુણ્ય કહી હેય કહો છો. પણ એનાથી તો તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, ઇન્દ્ર આદિ પદવી મળે છે અને પછી મોક્ષ થાય છે. તો એને ( પુણ્યને ) હેય કેમ કહેવાય ? તમે એને ય કહો છો એ અજ્ઞાન છે. ઘણું લખ્યું છે કે–ભગવાને એને ધર્મ કહ્યો છે અને એનાથી ઊંચાં પદ મળે અને પછી મોક્ષે જાય ઇત્યાદિ. અરે ભાઈ! તને ખબર નથી, બાપુ. એ પદવીનાં પુણ્યો કોને હોય છે? જેને આત્મા સચ્ચિદાનંદ ભગવાન અનંત-આનંદનો કંદ પ્રભુ અંદર વિરાજે છે તે અનુભવમાં આવ્યો છે, જેને આત્માના જ્ઞાનાનંદ સ્વભાવનો (સ્વસંવેદન પ્રત્યક્ષ ) સાક્ષાત્કાર થયો છે અને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે એવા સમકિતીને કંઈક મંદરાગ (પુણ્યભાવ) હોય છે. એને આ રાગના ફળમાં તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, ઇન્દ્ર આદિ સાત સ્થાનો જે કહ્યાં છે તે હોય છે. જેને રાગ હૈયબુદ્ધિએ છે અને રાગની ઇચ્છા નથી એવા સમ્યગ્દષ્ટિને રાગના (વ્રતાદિના ) ફળમાં આ પદો હોય છે. પરંતુ અજ્ઞાનીને તો આ પદો હોય જ નહિ, કેમકે તેને આત્મજ્ઞાન અને સમ્યગ્દર્શનના અભાવમાં જે પુણ્ય આદિ ભાવ થાય તેમાં આત્મબુદ્ધિ છે અને એ જ મિથ્યાદર્શન અને અજ્ઞાન છે.
(૨-૯૩)
(૧૦૨૪)
જેમ લાપસી રંધાતી હોય અને કાચાં લાકડાંનો ધુમાડો થતો હોય તો વાસણ અને લાપસી દેખાતાં નથી, એમ પુણ્ય-પાપના ધુમાડાની આડમાં અંદર ભગવાન આત્મા છે તે દેખાતો નથી. આ શુભાશુભ વિકલ્પો છે એ ધુમાડો-મેલ છે. અને તેની રુચિમાં આત્મા જણાતો નથી. (૨-૨૧૭)
(૧૦૨૫ )
તે અજ્ઞાનીઓ એમ કહે છે કે શુભભાવ શુદ્ધમાં જવાની નિસરણી છે. પહેલાં અશુભથી છૂટી શુભમાં આવે, પછી તે વડે શુદ્ધમાં જવાય-એમ તેઓ કહે છે. પણ ભાઈ, એ પરમાર્થે નિસરણી નથી. શું રાગથી કદી વીતરાગપણામાં જવાય? રાગ દશાની દિશા ૫૨ તરફ છે, અને વીતરાગદશાની દિશા સ્વ તરફ છે. બન્નેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. જેની દિશા વિરુદ્ધ છે એને શુદ્ધભાવની નિસરણી કેમ કહેવાય? ૫૨ તરફ ડગ માંડતાં માંડતાં સ્વમાં કેમ જવાય ? શાસ્ત્રોમાં જે વ્યવહારને નિશ્ચયનું સાધન કહ્યું છે એ તો નિશ્ચય સાથે જે વ્યવહાર નિમિત્તરૂપ હોય છે તેનું જ્ઞાન કરાવવા ઉપચારથી રહ્યું છે. ( ૩–૧૦ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com