________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ
૩૬૯ ઘાતકર્મનો ઉદય જે છે એને અહીં ભાવપુણ્યની અપેક્ષાએ દ્રવ્યપુણ્ય કહ્યો છે. ઘાતકર્મનો ઉદય મંદ હોય કે તીવ્ર, એ છે તો પાપ જ. કર્મનો ઉદય ભલે તીવ્ર હોય, અહીં રાગની મંદતારૂપ પુણ્યભાવ કરે તો કર્મના ઉદયને દ્રવ્ય-પુણ્ય (મંદ ઉદય) કહેવાય છે. કર્મનો ઉદય મંદ છે માટે અહીં શુભભાવ થયો એમ નથી. અહીં એમ નથી લીધું કે શુભભાવનો ઉદય હોય તો દ્રવ્ય-પુણ્ય. જીવના પુણ્યભાવને જે નિમિત્ત છે એને દ્રવ્ય-પુણ્ય કહ્યું છે. જીવ પોતાના શુભભાવને લાયક છે તે જીવ-પુણ-ભાવપુષ્ય અને એમાં જે કર્મ નિમિત્ત છે તે દ્રવ્ય-પુણ્ય, અજીવ-પુણ્ય કહ્યું છે.
(૧-૧૯૪). (૧૦૨૦) પુણ્ય-પાપના ભાવને શાસ્ત્રમાં પુદ્ગલના કહ્યા છે, કારણ કે એમાં ચેતનનો-જ્ઞાનનો અંશ નથી. રાગ ચૈતન્યના અભાવરૂપ છે, તેમાં ચૈતન્યના નૂરનો અંશ પણ નથી. દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિ વિકલ્પમાં ભગવાન ચૈતન્યની જાતિ નથી, તેથી પુદ્ગલના કહ્યા છે.
(૧-૨૦૧૮) (૧)૨૧) અહાહા ! અંતરમાં જેને આનંદનો અનુભવ વર્તે છે, જેને પરદ્રવ્યનું કર્તાપણું તો દૂર રહો, રાગનું કર્તાપણું પણ છૂટી ગયું છે એવા નિગ્રંથ મુનિને પર્યાયમાં જે મહાવ્રતનો શુભરાગ આવે છે તે “જગપંથ' છે.
કુંદકુંદાચાર્યદેવ સ્વયં પુણ્ય-પાપ અધિકારમાં ફરમાવે છે કે પુણ્ય છે એ સંસારમાં દાખલ કરે છે, એને ભલું કેમ કહેવાય ? જ્યાં સુધી પર્યાયમાં પૂર્ણ વીતરાગતા પ્રગટી નથી ત્યાં સુધી અશુભથી બચવા શુભરાગ આવે, પરંતુ શ્રદ્ધામાં સાધકને એ હેય છે, કેમકે એ “જગપંથ ” છે. મુનિને પણ જેટલો શુભરાગ આવે છે એ પ્રમાદ છે અને સંસારનું કારણ છે. ભાઈ એકાંત બોધસ્વરૂપ જે જ્ઞાયકભાવ તે એકના લક્ષ વિના જે કોઈ પરના લક્ષે રાગ ઉત્પન્ન થાય છે એ
જગપંથ' છે, પછી ભલે એ શુભરાગ ભગવાનની ભક્તિ કે સ્મરણનો હો કે મહાવ્રત સંબંધી હો. કાયરનાં તો કાળજાં કંપી ઊઠે એવી આ વાત છે.
(૧-૨૩૯) (૧૮૨૨). શુભ-પુણ્યનું ભલું કેમ કહીએ કે જે સંસારમાં દાખલ કરે? એ ભલું નથી, સારું નથી, (આદરણીય નથી) કેમકે શુભભાવ એ સંસાર છે, મલિન છે. નિશ્ચયથી તો પુણના ભાવને પાપ કહેલ છે. યોગીન્દુદેવકૃત યોગસાર ગાથા ૭૧ માં કહ્યું છે કે
પાપરૂપને પાપ તો જાણે સહુ કોઈ,
પુણ્યતત્ત્વ પણ પાપ છે કહે અનુભવી બુધ કોઈ. અનુભવી સમ્યગ્દષ્ટિ તો પુણને પણ પાપ કહે છે. અહીં આચાર્ય મહારાજ કહે છે કે નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહારરત્નત્રય (પુણ્યભાવ) એ પાપ છે, રાગ છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com