________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬. પુણ્ય-પાપ
22)
(1)
Apr
આ જ તો
(૧૦૧૬) જેમ ઘંટીના બે પડની વચ્ચે જે દાણો હોય તે પીસાઈ જાય છે તેમ આ સમસ્ત જીવલોક અનાદિથી સંસારરૂપી ચક્ર કહેતાં પુણ્ય અને પાપ એમ બે ભાવરૂપ ચક્રની મધ્યમાં પીસાઈ રહ્યો છે, દુ:ખી દુ:ખી થઈ રહ્યો છે.
(૧-૭૧) (૧૦૧૭) ભાઈ ! અશુભથી બચવા શુભરાગ આવે ખરો, પણ એ કાંઈ મૂળમાર્ગ એટલે કે મોક્ષમાર્ગ નથી. ત્યારે કોઈ શુભરાગ અને તેનાં નિમિત્ત અરહંતાદિને મૂળથી ઉડાડે તો એમ પણ નથી. પ્રતિમા, મંદિર, વગેરે છે પણ એ શુભરાગનાં નિમિત્ત છે, એનો આશ્રય કરતાં ધર્મ નથી. ધર્મ તો એકમાત્ર ત્રિકાળી ચૈતન્યભગવાન પૂર્ણાનંદના આશ્રય વિના બીજી કોઈ રીતે ન થાય
(૧-૧૬૪) (૧૦૧૮) એ શુભભાવ તે ધર્મ નથી; એ તો સંસાર છે, રખડવાનો ભાવ છે. પુષ્ય પોતે રખડાઉ છે, એનાથી રખડવું કેમ મટે ? એ પુણ્યભાવ-શુભભાવ સંસાર છે.
(૧-૧૯૩) (૧૦૧૯). વર્તમાન પર્યાય તે વિકારી થવા યોગ્ય અને એમાં કર્મ નિમિત્ત તે વિકાર કરનાર એ બને પુણ્ય છે. વિકારી થવા યોગ્ય છે તે ભાવપુર્ણ અને કર્મનું નિમિત્ત છે તે દ્રવ્ય-પુણ્ય-એમ બન્ને પુણ્ય છે. એ જ પ્રમાણે વિકારી થવા યોગ્ય જે જીવની પર્યાય તે ભાવપાપ અને કર્મનું જે નિમિત્ત તે દ્રવ્યપાપ-એમ બન્ને પાપ છે. દ્રવ્યપા૫ એ, ભાવપાપ થવામાં નિમિત્ત છે. વસ્તુસ્વભાવ પોતે પુણ્ય-પાપને કરનાર નથી. શુભભાવ થવા લાયક જીવ (પર્યાય) અને એનો કરનાર કર્મનો ઉદય તે અજીવ છે તેને દ્રવ્યપુણ્ય કહીએ. એવી રીતે હિંસા, જૂઠ, ચોરી આદિ ભાવપાપ થવા લાયક તો જીવ છે, પર્યાયમાં એવી લાયકાત છે અને કર્મનું જે નિમિત્ત છે તેને દ્રવ્યપાપ કહીએ.
મોહકર્મનો જે ઉદય છે એ તો પાપ જ છે. ઘાતકર્મનો ઉદય જે છે એ તો એકલો પાપરૂપ જ છે. છતાં અહીં પુણ્યભાવપણે પમિણમ્યો છે તેને ભાવપુર્ણ જીવ કહ્યો અને કર્મનો ઉદય (ઘાતકર્મનો) જે અજીવ છે તેને દ્રવ્ય-પુણ્ય કહ્યો, શાતાનો ઉદય છે એ પુણ્યભાવમાં નિમિત્ત ન થાય, એ તો અઘાતી છે. એનો ઉદય તો સંયોગ આપે. (અઘાતી કર્મ સંયોગમાં નિમિત્ત થાય, પુણ્ય-પાપમાં નિમિત્ત ન થાય) પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com