________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પા૫
૩૭૧
(૧૦ર૬) એ અજ્ઞાન કાંઈ બચાવનું સાધન હોઈ ન શકે. જેમ ઝેરના પીવાથી મરી જવાય તેમ શુભકર્મના સેવનથી પણ આત્માનો ઘાત જ થાય. એની ખબર ન હોય તેથી કાંઈ તે આત્મઘાતના નુકશાનથી બચી ન જાય. એને એનું નુકશાન ભોગવવું જ પડે.
(૩-ર૬). (૧૦૨૭) જગતના સઘળા સંસારીઓને પુણ્ય-પાપરૂપે કર્મનો વિપાક વ્યાપેલો છે. તેઓ પુણ્યપાપને જીવ કહે છે. અહીં કહે છે કે પુણ્ય-પાપ છે એ કર્મનો વિપાક છે, એ આત્મા નથી. શ્રી સમયસાર કળશટીકા કળશ ૧૮૯ માં લીધું છે કે પઠન-પાઠન, સાંભળવું, ચિન્તન કરવું, સ્તુતિ, વંદના એ સઘળો. જે ક્રિયા-કલાપ છે તે વિકલ્પ છે, રાગ છે. હજુ જેને પઠન-પાઠનની નવરાશ નથી એની તો વાત જ શું કરવી? એને તો આત્મા શુભાશુભ ભાવથી રહિત શુદ્ધ ચૈતન્યધાતુ છે. એ બેસી શકતું જ નથી. ભાઈ ! હિંસા, જૂઠ, ચોરી, કુશીલ આદિ પાપના ભાવ તો ઝેર છે જ, પણ આ પઠન-પાઠન, શ્રવણ, ચિંતવન, સ્તુતિ, વંદના આદિ શુભભાવ છે તે પણ ઝરનો ઘડો છે. તે કાંઈ અમૃતસ્વરૂપ આત્મા નથી.
(૩–૨૮) (૧૦૨૮) જેને આત્માના આનંદનો અનુભવ હોય તેના શુભભાવને આરોપથી અમૃત કહેવાય છે. ત્રિકાળ ધ્રુવ અખંડ એક ચૈતન્યસ્વરૂપના અવલંબને જે નિશ્ચયધર્મ પ્રગટયો છે તે જ ખરેખર અમૃત છે. પણ તે ધર્મનો શુભભાવ પર આરોપ કરીને શુભભાવને પણ અમૃત કહ્યો છે; છે તો ખરેખર એ ઝેર. અરે ! જગતને સત્ય સાંભળવા મળે નહિ એ બિચારા ક્યાં જશે? લાખો રૂપિયાનાં દાન આપે ત્યાં દાન દેવાનો જે ભાવ છે તે પુણ્ય છે. એનાથી કાંઈ જન્મમરણ ન મટે. અને એને ધર્મ માને તો મિથ્યાદર્શન છે. પૈસા તો અજીવ છે. જીવ કાંઈ એ અજીવનો સ્વામી નથી. પૈસા મારા છે એમ માનનારે પોતાને અજીવ માન્યો છે. ભાઈ ! પૈસા પેદા કરવા, એને સાચવવા અને વાપરવા એ કાંઈ આત્માની ક્રિયા નથી. તથા દાન આપવાનો જે શુભભાવ છે તે રાગ છે, સંસાર છે. શુભભાવ કે જે સંસારમાં પ્રવેશ કરાવે તેને ભલો કેમ કહીએ?
પુણ્ય-પાપના ભાવ એ તો કર્મનો વિપાક છે, એ કાંઈ ભગવાન આત્માનો વિપાક નથી. પુણ્ય-પાપનો જે કર્તા થાય એ જીવ નહિ, જીવ તો નિર્મળ જ્ઞાનાનંદ-સ્વરૂપ છે. એ જ્ઞાનનો કર્તા થાય. જીવ વિકારનો કર્તા થાય એમ માનનારે પોતાને આખોય વિકાર માન્યો છે. પણ ભાઈ ! વસ્તુ આત્મા તો વિકારથી રહિત ચિત્માત્ર છે. વસ્તુતત્ત્વ બહુ સૂક્ષ્મ છે. બાપુ ! જન્મ-મરણના દુઃખોથી મુક્ત થવાનો ઉપાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com