________________
પુણ્ય-પાપ
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૩
(૧૦૩૨ )
જે પુણ્ય-પાપરૂપ વિકાર છે તે ભૂતાવળ છે. ભગવાન આત્મા ભૂતાર્થ છે. ભૂતાવળમાં ભગવાન ચૈતન્યમૂર્તિ આવે એમ કદીય બનતું નથી. છતાં એ પુણ્ય-પાપના ભાવોની ભૂતાવળમાં આત્મા છે એમ કહેવું એ વ્યવહારનય છે. (૩-૫૭)
( ૧૦૩૩ )
મોક્ષમાર્ગ પ્રકાશકમાં શિષ્યે પ્રશ્ન કર્યો છે કે-પ્રભુ! શુભભાવવાળાને અશુભ રાગ તો ઘટે છે. માટે એટલું ચારિત્ર તો કહો? ત્યાં કહ્યું છે કે સમ્યગ્દર્શન જેને હોય, જેને અભેદની દૃષ્ટિ થઈ હોય તેને જ શુભભાવમાં અશુભ રાગ ઘટે છે. પણ જેને વસ્તુની દૃષ્ટિ થઈ નથી, જે ચૈતન્યનિધાન છે તે નજરમાં આવ્યું નથી, તે જીવને શુભભાવ વખતે અશુભભાવ ઘટયો જ નથી. શુભાશુભભાવરહિત શુદ્ધ ચૈતન્યવસ્તુને જાણ્યા વિના શુભભાવ વખતે અશુભ ઘટે એમ ત્રણકાળમાં બનતું નથી કેમકે તેને મિથ્યાત્વ તો આખું પડયું છે. ભાઈ ત્રિકાળી પૂર્ણ આનંદના નાથને જેણે અનુભવમાં લીધો છે તેને શુભભાવ વખતે અશુભ ઘટે છે અને તે ક્રમે ક્રમે રાગ ઘટીને નાશ થઈ જાય છે. અહાહા! જેમાં રાગ નથી, ભવ નથી, ભવના ભાવ નથી, અપૂર્ણતા નથી એવા પૂર્ણસ્વભાવમય શુદ્ધ ચૈતન્ય ભગવાનના નિધાનને જેણે જોયું છે તેને શુભભાવ વખતે અશુભ ઘટે છે અને તે શુદ્ધ ચૈતન્યવસ્તુના આશ્રયે શુભભાવને પણ ઘટાડીને ક્રમે કરી સ્વાશ્રયની પૂર્ણતા કરી મુક્તિ પામશે. ( ૩–૧૧૮ )
( ૧૦૩૪ )
પ્રશ્ન:- - વિકાર સ્વપર-હેતુક છે એમ શાસ્ત્રોમાં આવે છે ને ?
ઉત્ત૨:- - એ તો એકલા સ્વથી જ (શુદ્ધ દ્રવ્યથી) વિકાર થાય નહિ એમ બતાવવા વિકારની ઉત્પત્તિમાં ઉપાદાન અને નિમિત્ત એમ બે હેતુ ત્યાં સિદ્ધ કર્યાં છે. વિકારને જ્યારે વિભાવ તરીકે અથવા પર નિમિત્તના આશ્રયે થયેલી દશા છે એમ બતાવવું હોય ત્યારે, ઉપાદાન તે સ્વ અને નિમિત્ત તે ૫૨-એમ સ્વપરથી ઉત્પન્ન થયેલી છે એમ કહેવાય છે. વિકાર એકલા સ્વથી (સ્વભાવથી ) ઉત્પન્ન થાય એમ બને નહિ. ૫૨ ઉપર લક્ષ જતાં પર્યાયમાં વિકાર થાય છે. માટે વિકારને સ્વપરહેતુક કહ્યો છે.
જ્યારે અહીં એમ કહ્યું કે એ રાગાદિ બધાય કર્મજન્ય છે. એ તો એ ભાવો બધાય ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી અને પર્યાયમાંથી કાઢી નાખવા યોગ્ય છે માટે દ્રવ્યદષ્ટિ કરાવવા એમ કહ્યું છે. પરમાત્મપ્રકાશમાં પણ રાગ-દ્વેષાદિને કર્મજન્ય કહ્યા છે, કારણ કે તેઓ શુદ્ધ આત્મદ્રવ્યથી નીપજતા નથી. ભાઈ, અશુદ્ધતા દ્રવ્યમાં ક્યાં છે કે જેથી તે ઉત્પન્ન થાય ? પર્યાયમાં જે અશુદ્ધતા થઈ છે એ તો પર્યાયનું લક્ષ ૫૨ ઉપ૨ ગયું છે તેથી થઈ છે. તેથી તો તેને સ્વપર-હેતુથી થયેલો ભાવ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com