________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષ
૩૬૭
તેને સાદિ-અનંતકાળ રહે તેવું સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. અહાહા...! તેનો સંસાર અનાદિસાંત થઈ જાય છે ને સાદિ-અનંત સિદ્ધપદ પ્રાપ્ત થાય છે.
(૧૦-૨૬૪) (૧૦૧૪). અંદર સ્વરૂપમાં મગ્ન-લીન થતાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ્યા તે રત્નત્રય છે. તેની પરમ પ્રકર્ષરૂપ ઉત્કૃષ્ટ દશા થતાં અર્થાત્ ભગવાન આત્માનો પૂર્ણ આશ્રય થતાં તેના ફળરૂપે મોક્ષદશા પ્રગટ થાય છે. અહા! રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય તેનાથી પ્રજવલિત થયેલો જે અલિત વિમળ સ્વભાવભાવ તે પૂર્ણ મોક્ષદશા છે.
(૧૧-૨૨૫) (૧૦૧૫) આનંદનમાં સુસ્થિત છે એવું એનું સદા અસ્મલિત એક રૂપ છે. અહાહા...પૂર્ણ આનંદની દશા જે પ્રગટ થઈ તે અસ્મલિત છે, હવે એ કાંઈ ફરે એમ નથી; સાદિ અનંતકાળ એવો ને એવો જ આનંદ રહ્યા કરે છે. અહાહા...! “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં” સંસારનો અંત થઈને મોક્ષદશા થઈ તેમાં પૂર્ણ આનંદનું, એકલા આનંદનું, અનંત આનંદનું વેદન છે, તેમાં હવે કોઈ ફરક થાય નહિ એવું એ અખ્ખલિત છે. સમજાય છે કાંઈ...?
સિદ્ધમાં (સિદ્ધદશામાં) શું છે?
તો કહે છે–ત્યાં સ્વરૂપ-લીનતાથી પ્રાપ્ત એકલા આનંદનું, અનંત આનંદનું વેદન છે. આ સિવાય બીજું કાંઈ જ નથી; બાગ-બંગલા, બગીચા, હીરા-મોતી-પન્ના કે કુટુંબ-પરિવાર કાંઈ જ નથી. અહાહા...! પૂર્ણાનંદના નાથને ભેટવાથી જે આનંદની-અનંત આનંદની દશા પ્રગટી છે તે કહે છે, ભગવાન સિદ્ધને અવિચલ-અસ્મલિત એકરૂપ છે. આવી વાત ! ..
અહાહા-! આવું દિવ્ય સુપ્રભાત! સૂર્ય ઊગે અને આથમે એમાં તો સુપ્રભાત કાયમ રહેતું નથી, પરંતુ આ ચૈતન્યસૂર્ય તો ઊગ્યો તે ઊગ્યો, હવે તે આથમતો નથી. આવું દિવ્ય સુપ્રભાત સાદિઅનંત રહે એવો આ આત્મા ઉદય પામે છે.
(૧૧-૨૪૧)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com