________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષ
૩૬૫ અનાદિઅનંત સહજ ફેલાયેલી ચૈતન્યપ્રભા વડ દેદીપ્યમાન એવો એનો શુદ્ધજ્ઞાન-ઘનરૂપ મહિમા નિત્ય ઉદિત રહે. અહાહા...! જેમ સર્વ પાંખડીએ ગુલાબ ખીલી જાય તેમ અનંત શક્તિએ આત્મા પૂર્ણ ખીલી ગયો, શક્તિ સહજ હતી તે પૂર્ણ વિસ્તરી ગઈ-હવે એનો શુદ્ધજ્ઞાનઘનરૂપ મહિમા સદા ઉદયમાન રહેશે એમ કહે છે. સમજાણું કાંઈ... ? શુદ્ધ દશા પૂર્ણકળાએ પ્રગટ થઈ તે થઈ, હવે તે દશા સાદિઅનંત અવિચળ-કાયમ રહેશે. કેવળજ્ઞાન ને મોક્ષની દશા થઈ તે હવે ફરશે નહિ, હવે તે અવતાર લેશે નહિ. લ્યો, ભક્તોને ભીડ પડે ને ભગવાન અવતાર લે એમ બનવા જોગ નથી; એવું કેવળજ્ઞાન ને મોક્ષનું સ્વરૂપ નથી; મોક્ષદશા તો નિત્ય ઉદયમાન છે.
(૧૦-૨૧૫) (૧૦૧૧) અહાહા..! અનંત અનંત ગુણરિદ્ધિ-સમૃદ્ધિથી ભરેલો ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી પ્રભુ છે. અહાહા..! ત્રણકાળ-ત્રણલોકને યુગપત્ એક સમયમાં જાણે એવું એનું સામર્થ્ય છે. આ સામર્થ્ય જ્યારે પ્રગટ થાય છે ત્યારે, કહે છે, સર્વ વિશેષણો સહિત પ્રગટ થાય છે. અહાહા...! કેવળજ્ઞાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે સર્વરૂપ પૂર્ણ પ્રગટ થાય છે. કેવળજ્ઞાન પ્રગટતાં જ સાથે પૂર્ણ આનંદ, પૂર્ણ વિર્ય, પૂર્ણ શાન્તિ, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ સ્વચ્છતા ઇત્યાદિ શક્તિઓની પૂર્ણ વ્યક્તદશા પ્રગટ થાય છે. આનું નામ કેવળજ્ઞાન અને પૂર્ણદશા છે. તેથી કહે છે, તેના મહિમાને કોઈ આંચ આવતી નથી, તેના મહિમાને કોઈ બગાડી શકતું નથી. પૂર્ણ વીતરાગતા થઈને કેવળજ્ઞાન થયું ત્યાં અનંતવીર્ય પણ પ્રગટ થયું. તેથી હવે તેનો મહિમા અબાધિતપણે સદા ઉદયમાન રહે છે. હવે તેને અવતાર લેવો પડે એમ કદીય છે નહિ.
ભગવાન આત્મા અંદર પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ વસ્તુ પ્રભુ છે. તેનાં અંશે જ્ઞાન-શ્રદ્ધાન-આનંદ પ્રગટ થાય તે ઉપાય છે અને પૂરણ જ્ઞાન-શ્રદ્ધાન-આનંદની દશા પ્રગટ થાય તે ઉપય નામ ઉપાયનું ફળ છે. આ દયા, દાન, વ્રત આદિ વ્યવહાર રત્નત્રય તે ઉપાય અને સિદ્ધપદ ઉપય એમ નથી હો, વ્યવહાર રત્નત્રયને ઉપાય કહીએ એ તો નિમિત્તનું વ્યવહારનું કથન છે; તે વ્યવહાર જાણેલો પ્રયોજનવાત છે; પણ ભાઈ ! તે વ્યવહાર આદરેલો પ્રયોજનવાન નથી, તે આદરવા લાયક નથી. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એક જ આશ્રય કરવા યોગ્ય છે, અને તેના આશ્રયે અંશ જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્ર પ્રગટ થાય તે વાસ્તવિક ઉપાય છે અને તેની પૂર્ણતા તે ઉપય નામ મોક્ષ છે. આ દિવ્યધ્વનિનો સાર છે. અહીં કહે છે-ઉપાય દ્વારા ઉપય નામ પૂર્ણ કેવળજ્ઞાન દશા ને મોક્ષની દશા પ્રગટ થાય તે નિરાબાધ સદાય સાદિ-અનંતકાળ ઉદયમાન રહે છે, તેમાં કદીય કોઈ આંચઊણપ આવતી નથી. મુક્ત જીવને ભક્તોની ભીડ ભાંગવાનો બોજો રહે અને તે અવતાર ધારણ કરે એ માન્યતા મિથ્યા છે, કેમકે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com